fbpx
ગુજરાત

વડોદરામાં ભાજપના અગ્રણી યોગેન્દ્ર સુખડિયા સહીત ૨ દર્દીના કોરોનાથી મોત

વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન અને ભાજપ અગ્રણી ૬૫ વર્ષીય યોગેન્દ્ર સુખડિયાનું ખાનગી હોસ્પિટલમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન મોત થયું છે. આ ઉપરાંત અન્ય એક મહિલાનું પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના કોરોના પોઝિટિવનો આંક ૩૧૪૩ ઉપર પહોંચી ગયો છે. સત્તાવાર મૃત્યુઆંક ૬૦ ઉપર પહોંચ્યો છે અને વડોદરામાં અત્યાર સુધીમાં કુલ ૨૨૯૫ દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ ૭૮૮ એક્ટિવ કેસ છે, જે પૈકી ૧૪૬ ઓક્સિજન ઉપર અને ૩૭ વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને ૬૦૫ દર્દીની હાલત સ્થિર છે.

Follow Me:

Related Posts