fbpx
ગુજરાત

રાજકોટમાં કોરોનાના ૭ અને જામનગરમાં વધુ ૪ કેસ આવતા લોકોમાં ગભરાટ

જામનગરમાં આજે વધુ ૪ કેસ પોઝિટિવ નોંધાયા છે. ખોડીયાર કોલોનીમાં રહેતા રાજેશ ટંડેલ (ઉં.વ.૪૮), દિગ્વિજય પ્લોટમાં રહેતા નવીનભાઈ વાઘેલા (ઉં.વ.૬૩), વાણીયાવાદ ચાંદી બજારમાં રહેતા ભારતીબેન ઝવેરી (ઉં.વ.૪૮) અને તરસાઈ ગામમાં રહેતા વિરજીભાઈ કણજારીયા (ઉં.વ.૬૦)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોઁધાયો છે. રાજકોટમાં આજે મંગફ્રવારે વધુ ૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. આથી શહેરમાં કેસની સંખ્યા ૪૨૪ થઇ છે.છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લામાં ૫ના કોરોનાથી મોત થયા છે. જામનગરમાં આજે વધુ ૪ કેસ પોઝિટિવ નોંધાયા છે. ખોડીયાર કોલોનીમાં રહેતા રાજેશ ટંડેલ (ઉં.વ.૪૮), દિગ્વિજય પ્લોટમાં રહેતા નવીનભાઈ વાઘેલા (ઉં.વ.૬૩), વાણીયાવાદ ચાંદી બજારમાં રહેતા ભારતીબેન ઝવેરી (ઉં.વ.૪૮) અને તરસાઈ ગામમાં રહેતા વિરજીભાઈ કણજારીયા (ઉં.વ.૬૦)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. હાલ તો આરોગ્ય વિભાગે દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ૭૨૧ કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટમાં ઇસ્કોન મોલના સ્વીપર, સિવિલના તબીબ અને યુનિપથ લેબોરેટરીના ટેકનિશિયનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ભાવનગર જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યાં છે. જિલ્લાનો પોઝિટિવ આંક ૬૬૫ પર પહોંચ્યો છે. આ કોરોના મહામારીના ફેલાવાને રોકવાના હેતું સાથે મહુવા માર્કેટિંગ યાર્ડ ૧૬ જુલાઈથી ૨૬ જુલાઈ સુધી ૧૦ દિવસ તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દિવસોમાં માત્ર શાકભાજી માર્કેટ સીમિત સમય માટે ચાલુ રહેશે. રાજકોટમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સોમવારે નવા ૩૪ કેસ આવતા કુલ આંક ૭૨૧ થયો છે. જેમાં ૮૦ ઓક્સિજન અને ૨૦ વેન્ટિલેટર પર સહિત ૧૦૦ દર્દી ગંભીર છે. સોમવારે શહેર અને જિલ્લામાં નવા ૩૪ કેસ આવ્યા હતાં. તે તમામ અલગ અલગ વિસ્તારોમાંથી આવ્યા છે, હજુ પણ ટ્રાવેલ હિસ્ટ્રી અન્ય જિલ્લામાંથી આવે છે તેવું આરોગ્ય અધિકારીઓ જણાવી રહ્યાં છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ લોકોનાં મોત નિપજ્યા છે. સુરેન્દ્રનગરના ૭૫ વર્ષીય વૃદ્ધ અને ૮૦ વર્ષીય વૃદ્ધ, જસદણના ૬૦ વર્ષીય વૃદ્ધ અને ઉપલેટાના ઢાંકની ૨૦ વર્ષીય યુવતીનું કોરોનાથી મોત નિપજ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં માત્ર અમદાવાદમાં જ રેપિડ ટેસ્ટ કરાતા હતા હવે રાજકોટમાં પણ આ ટેસ્ટ શરૂ કરવા લીલીઝંડી અપાઈ છે. પ્રાથમિક તબક્કે ૧૫૦૦ જેટલી કિટ ફાફ્રવાશે. જાે કોઇ વ્યક્તિમાં લક્ષણો દેખાય તો સૌથી પહેલા રેપિડ ટેસ્ટનો ઉપયોગ કરાશે. જાે પોઝિટિવ આવે તો જ સારવાર કરવાની અને જાે નેગેટિવ આવે તો જરૂર પડ્યે આરટીપીસીઆર ટેસ્ટ કરાશે.

Follow Me:

Related Posts