fbpx
ગુજરાત

સીબીએસસી ધોરણ ૧૦ આજે પરિણામ

આ વર્ષે માર્ચમાં યોજાયેલી ૧૦મા ધોરણની પરીક્ષામાં લગભગ ૧૮ લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા
૧૩ જુલાઈએ બોર્ડે ૧૨મા ધોરણનું પરિણામ જાહેર કર્યું, ૮૮.૭૮% વિદ્યાર્થીઓ પાસ થયા
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના ૧૦મા ધોરણનું પરિણામ જાહેર કરવામાં હજી પણ અટકફ્રો લગાવવામાં આવી રહી છે. જાે કે, મીડિયામાં ૧૨માની જેમ જ અચાનક પરિણામ જાહેર કરીને ચોંકાવનારા સમાચાર પર કેન્દ્રીય મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંક અને સીબીએસઈના પ્રવક્તાએ મંગફ્રવારે જણાવ્યું કે, ૧૦મા ધોરણનું પરિણામ ૧૪ જુલાઈએ એટલે કે મંગફ્રવારે આજે જાહેર કરવામાં નહીં આવે. પરિણામ આવતીકાલે, ૧૫ જુલાઈએ જાહેર થવાની સંભાવના છે.
આ અગાઉ કોર્ટના આદેશ બાદ સીબીએસઈએ જાણકારી આપી હતી કે, બોર્ડના પરિણામ ૧૫ જુલાઈ સુધીમાં જાહેર કરવામાં આવશે. આ ક્રમમાં ૧૨મા ધોરણનું પરિણામ ૧૩ જુલાઈએ જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ હવે આતુરતાથી ૧૦મા ધોરણના પરિણામની રાહ જાેઈ રહ્યા છે. ૧૦માની પરિક્ષામાં સામેલ વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ સીબીએસઈરીઝલ્ટસ.એનઆઈસી.ઇન પર જઈને પોતાનું પરિણામ જાેઈ શકશે.
સીબીએસઈ ૧૦માનું પરિણામ સીબીએસઈ.એનઆઈસી.ઇન અને રીઝલ્ટ.એનઆઈસી.ઇન પણ જાેઈ શકાય છે. આ વર્ષે લગભગ ૧૮ લાખ વિદ્યાર્થીઓ ૧૦મા ધોરણની પરીક્ષા આપી હતી. સીબીએસસીએ પહેલા ૧૨મા ધોરણનું પરિણામ ૧૩ જુલાઈએ જાહેર કરી દીધું. કુલ ૮૮.૭૮% વિદ્યાર્થીઓએ ૧૨મા ધોરણની પરીક્ષા આપી હતી. ગત વર્ષે બોર્ડે ૬ મેના રોજ ૧૦માનું પરિણામ જાહેર કર્યું હતું. ગત વર્ષે ૧૦મા ધોરણમાં લગભગ ૯૧.૧ વિદ્યાર્થીઓ પાસ થયા હતા, તેમાં ૯૨.૪૫ ટકા છોકરીઓ, ૯૦.૧૪ ટકા છોકરાઓ અને ૯૪.૭૪ ટકા ટ્રાંસજેન્ડર સામેલ હતા. તેમજ વર્ષ ૨૦૧૯માં ૧૩ એવા વિદ્યાર્થીઓ હતા, જેમણે ૫૦૦ માંથી ૪૯૯ ગુણ મેફ્રવ્યા હતા.
આ વખતે બોર્ડ કોરોના લોકડાઉનના કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે બાકીની પરીક્ષાનું આયોજન કરી શક્્યું નથી. આવી સ્થિતિમાં સીઆઈએસસીઈ બોર્ડની જેમ જ સીઆઈએસસીઈએ ૧૨મા ધોરણ બાદ હવે ૧૦મા ધોરણનું પરિણામ પણ મેરિટ લિસ્ટ વગર અને ટોપર્સ લિસ્ટ વિના જાહેર કરશે. આ વિદ્યાર્થીઓને ડિજિલોકર દ્વારા ડિજિટલ માર્કશીટ આપવામાં આવશે. બોર્ડની તરફથી વિદ્યાર્થીઓને ડિજિલોકર ક્રેડેંશિયલ્સ એસએમએસ દ્વારા આપવામાં આવશે. તેનો ઉપયોગ કરીને તેઓ પોતાની માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે.

Follow Me:

Related Posts