fbpx
ગુજરાત

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ૪.૮ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ફફડાટ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનો આંચકો આજે સવારે ૭.૪૧ સૌરાષ્ટ્રભરમાં અનુભવવામાં આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ૪.૮ની હતી. આ ભૂકંપનો આંચકો અનુભવવામાં આવતાં સ્થાનિક લોકો સફાળા ઘરની બહાર આવી ગયા હતા. કંપનું કેન્દ્ર બિંદુ રાજકોટથી ૧૮ કિલોમીટર દૂર ભાયાસર ગામે નોંધાયું છે. છેલ્લા એક મહિનામાં આ ભૂકંપનો બીજાે મોટો આંચકો છે. છેલ્લા એક મહિનામાં નાના-મોટા ૧૪ આંચકા અનુભવાયા છે. જાેકે સિસ્મોલોજિસ્ટે હતું કે હજી બે-ત્રણ દિવસ હજી આફ્ટર શોક્સ આવશે, પણ હાલ મોટો ભૂકંપ આવવાની નથી.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ આ ભૂકંપની વિશે માહિતી મેળવી રહ્યા છે. તેમણે રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર સહિતના જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી છે. આ ભૂકંપથી અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.
આ ભૂકંપ રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જસદણ, ચોટિલા, જામનગર વડિયા, ભાવનગર કોટડાસાંગણા, ગોંડલ અને દેવભૂમિ દ્વારકા સહિતના અનેક વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. અમરેલીના કેટલાક વિસ્તારોમાં આ ભૂકંપનો આંચકો અનુભવવામાં આવતાં સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લોકોને ફરી ૨૦૦૧ના ભૂકંપની યાદ આવી ગઈ હતી. એક બાજુ કોરોનાનો કહેર છે અને બીજી બાજુ ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અનેક સોસાયટીઓમાંથી લોકો બહાર દોડી આવ્યા હતા.

Follow Me:

Related Posts