fbpx
ગુજરાત

૭૮ વર્ષીય આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીનો દેહ પંચમહાભૂતમાં વિલીન

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીનું નિધન થયું છે. આ સમાચાર સાંભળીને હરી ભક્તોમાં શોકની લાગણી છવાઇ છે. પી પી સ્વામીજીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. આચાર્ય પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્વામીનાં અગ્નિસંસ્કાર તેમના અનુગામી સ્વામી જિતેન્દ્રપ્રિયદાસજીના હસ્તે કરવામા આવ્યા. અંતિમ સંસ્કારના દર્શન સોશિયલ મીડિયાના માધ્યમે સત્સંગી-હરિભક્તો-ગુરુભક્તોએ કર્યા હતા. સંતો, ગણતરીનાં હરિભક્તોએ પીપીઇ કિટ પહેરીને અંતિમવિધિ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ટ્‌વીટ કરીને પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપી છે.
ઉલ્લેખનીય છે કે તેઓ ૨૮ જૂનના રોજ કોરોના વાયરસથી સંક્રમિત થતા તેમને ખાનગી હાૅસ્પિટલમાં દાખલ કરાયા હતાં.
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી હરિભક્તોને અપીલ કરવામાં આવી છે કે, કોરોના વાયરસને કારણે કોઇએ પણ સ્વામિનારાયણ મંદિર મણિનગર તથા શ્રીમુક્તજીવન સ્વામીબાપાના સ્મૃતિ મંદિરના કમ્પાઉન્ડમાં આવવાનું નથી.
સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું છે કે આજથી ૧૧ દિવસ સુધી સંસ્થાનના દરેક મંદિરોમાં ઝાલર, નગારા વગાડવા નહીં, તેમજ ઉત્સવ કરવો નહીં. કોરોના મહામારીને પગલે દરેક ભક્તોએ ગૃહમંદિરે પ્રાર્થના, કથા, કીર્તન, ધ્યાન તથા ધૂન કરવી.
ઉલ્લેખનીય છે કે, પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત ઘણી નાજુક રહેતા ગઇ ૧૨ જુલાઈના રોજ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના અનુગામી તરીકે જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની નિમણૂંક કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts