fbpx
ગુજરાત

સુરત જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત બપોર સુધીમાં નવા ૫૬ કેસ

કોરોના વાયરસનો કહેર સુરત જિલ્લામાં યથાવત જાેવા મળી રહ્યો છે. સતત કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. આજરોજ અત્યાર સુધીમાં નવા ૫૬ કેસ નોંધાય ચૂક્્યા છે. જિલ્લાના કોરોનાનો કુલ આંક ૧૫૦૦ ને પાર પહોંચ્યો છે.
સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજરોજ અત્યાર સુધીમાં નવા ૫૬ કેસ નોંધાય ચૂક્્યા છે. આ સાથે જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા ૧૫૪૮ પર પહોંચી છે. જેમાં સૌથી વધુ બારડોલીમાં ૧૫ કેસ નોંધાયા છે. માંગરોળ તાલુકામાં ૨, કામરેજમાં ૧૩, ઓલપાડમાં ૫, મહુવા ૬, ઉમરપાડા ૩, અને માંડવીમાં ૫, જ્યારે ચોર્યાસીમાં ૭ કોરોનાના કેસ નોંધાયો છે. ચેપગ્રસ્તોની સંખ્યામાં થઈ રહેલ વધારાને લઈ લોકોમાં પણ ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે.

Follow Me:

Related Posts