fbpx
ગુજરાત

હાઇકોર્ટે સરકારને ૭૨૭ કર્મચારીઓના ફ્લેટ્‌સ માટે જમીન ફાળવવાનો આદેશ કયા

ગુજરાત સરકારની મૂલ્યાંકન સમિતિ દ્વારા જમીનની કિંમત નિર્ધારિત કરવામાં આવ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને હાઇકોર્ટના ૭૨૭ કર્મચારીઓના ફ્લેટ્‌સ માટે જમીન ફાળવવાનો આદેશ કર્યો છે. આ આદેશનું પાલન સરકારે છ મહિનામાં કરવાનું રહેશે.
જુલાઇ ૨૦૧૮માં હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો હતો કે હાઇકોર્ટના વિવિધ વિભાગોના ૪૦૦ જેટલા કર્મચારીઓ અને સરકારી અરજદારોને વિવિધ કદના ફ્લેટ માટે ૯૦, ૧૩૫ અને ૨૫૦ ચોરસમીટરની જમીન આપવામાં આવે, પરંતુ આ આદેશ પછી પણ સરકારે જમીન નહીં આપતાં કર્મચારીઓ દ્વારા રચાયેલી સહકારી આવાસ મંડળી વતી એડવોકેટ અમિત પંચાલ દ્વારા ૨૦૨૦ની શરૂઆતમાં ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આ અરજીની સુનાવણી થતાં સરકારે હાઇકોર્ટને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનારી જમીનની કિંમત નક્કી કરવા માટે રાજ્યકક્ષાની મૂલ્યાંકન સમિતિની બેઠક થઇ ચૂકી છે અને આ સમિતિએ ભાવનિર્ધારણ માટે મંત્રીમંડળની મંજૂરી માટેની પ્રક્રિયા શરૂ

Follow Me:

Related Posts