fbpx
ગુજરાત

રાજ્યના ૧૯૩ તાલુકાઓમાં વરસાદ ૨ સ્ટેટ હાઇવે સહિત ૧૯ માર્ગ બંધ

રાજયમાં મેઘરાજાની મહેર શરૂ થઈ છે. કાળઝાળ ગરમીમાં વાતાવરણમાં પલટો આવતા લોકોને રાહત થઈ છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ધોધમાર વરસાદ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જેના કારણે લોકો અને જગતના તાતમાં ખુશીનો માહોલ છે. પરંતુ આ વરસાદના કારણે કેટલાક લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. કારણ કે વરસાદના કારણે હવે રાજ્યમાં ઘણા માર્ગ બંધ કરવામાં આવ્યા છે.
માહિતી મુજબ ગુજરાતમાં વરસાદના કારણે ૧૯ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જેમાં ૨ સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના કુલ ૧૫ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જામનગર, પોરબંદરમાં ૧-૧ સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. જ્યારે પોરબંદરમાં ૮ અને જૂનાગઢમાં ૩ માર્ગ બંધ કરવામાં આવ્યા છે. પંચાયત હસ્તકના ૧૫ માર્ગો બંધ હાલતમાં છે. એવી માહિતી મળી છે. આ સિવાય રાજકોટમાં ૩, જામનગરમાં ૧, જુનાગઢમાં ૩ અને પોરબંદરમાં ૮ માર્ગ વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે.
કચ્છની વાત કરીએ તો અબડાસા, નલિયા, તેરા, બીટા, જગડીયામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આ સિવાય અમરેલી, બનાસકાંઠા, રાજકોટમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થયો છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૯૩ તાલુકામાં વરસાદ થયો છે. વલસાડના ઉમરગામમાં ૪ ઈંચ વરસાદ, વડોદરાના ડભોઈમાં સાડા ૩ ઈંચ વરસાદ, ભાભર, લાખણી, અમીરગઢમાં અઢી-અઢી ઈંચ વરસાદ, નીઝર, ધંધુકામાં ૨-૨ ઈંચ વરસાદ નોંધાયો. ૩૦ તાલુકામાં એકથી બે ઈંચ વરસાદ નોંધાયો છે.

Follow Me:

Related Posts