દક્ષિણ ગુજરાતના ૧૨ તાલુકામાં વરસાદ બે દિવસ મધ્યમ વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં હળવો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના ૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગ જિલ્લાના વઘઈમાં ૧ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ છવાયો છે.
જેમાં તમામ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં પણ દક્ષિણ ગુજરાતના ૧૨ તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે. જેમાં ડાંગના વઘઈમાં સૌથી વધુ એક ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા ૧૮ જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Recent Comments