fbpx
ગુજરાત

ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટી ૩૨૧.૨૭ ફૂટ થઇ

ઉકાઈ ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે હથનુર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેના પગલે ૨૪ કલાકમાં ઉકાઈ ડેમની સપાટી ૧ ફૂટ વધીને ૩૨૧.૨૭ ફૂટ પર પહોંચી ગઈ છે. જાેકે, હાલ હથનુર ડેમમાંથી પાણી છોડવાનું ઘટાડાયું છે. ઉકાઇ ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો હતો.
જેના કારણે હથનુર ડેમમાં પાણીનો આવરો વધતાની સાથે ડેમની સપાટી સળસળાટ વધવા લાગતા ડેમના દરવાજા ખોલી નાખીને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. ગત રોજ હથનુર ડેમમાંથી પાણી છોડવામાં ઉકાઇ ડેમમાં ૪૮૭૨૫ ક્્યુસેક પાણીનો આવરો શરૂ થયો હતો. જે વધારો થઇને ડેમમાં ૧૦૮૧૭૨ ક્્યુસેકની આવક થઇ હતી.
જેના કારણે ડેમની સપાટી ૩૨૦.૧૯ ફૂટથી વધીને ૩૨૧.૨૭ ફૂટ સુધી પહોંચી ગઇ છે. હાલ ઈનફ્લો ૬૦૫૯૫ અને આઉટફ્લો ૧૦૫૦ છે. જાેકે, ઉપરવાસ હથનુરના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદે વિરામ લેતા હથનુરમાંથી પાણી છોડવાનું ધીમું કરવામાં આવ્યું છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ ૩૩૩ ફૂટ છે.

Follow Me:

Related Posts