fbpx
ગુજરાત

સુરત મહિલા પોલીસ સુનિતા યાદવ સામે ૩ મામલે શરૂ થઈ તપાસ

ગુજરાતમાં લોકડાઉનનો ભંગ કરવા બદલ મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશને ઝડપી લેનારા પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેની સામે વધુ બે મામલામાં તપાસના આદેશ અપાયા છે. અગાઉ તેની સામે તપાસ ચાલી રહી હતી. સુનિતા વિરુદ્ધ કુલ ત્રણ કેસમાં તપાસ કરવામાં આવી છે. સુનિતા યાદવે દાવો કર્યો છે કે તેણે પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સુનિતા પર આરોપ છે કે તે લોકોને રસ્તા પર બેસાડીને ઉઠક બેઠક કરાવતી હતી. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, ૯ જુલાઈથી સુનિતા પોતાની ફરજ પરથી ગાયબ હોવાનો પણ આરોપ છે.
આ સિવાય મંત્રીના પુત્રને ઠપકો આપવા બદલ તેમની સામે પહેલેથી જ તપાસ ચાલી રહી છે. સુનિતા વિરુદ્ધ તપાસનો આદેશ સુરત પોલીસ કમિશનર આર.બી. બ્રહ્માદત્ત દ્વારા આપવામાં આવ્યો છે જેમાં એવું કહેવામાં આવી છે કે ૮ મી જુલાઈએ મંત્રીના પુત્ર સાથેના વિવાદના બીજા દિવસે સુનિતા ૯ જુલાઈથી ફરજ પર નહોતી આવી. આ મામલે સુનિતા યાદવે કે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સહાયક પોલીસ કમિશનર જે.કે. પંડ્યા સુનિતા યાદવ વિરુદ્ધ ત્રણેય આરોપોની તપાસ કરી રહ્યા છે.
આ દરમિયાન સુનિતાને જાનથી મારી નાંખવાની ધમકી મળવાને કારણે બે સશસ્ત્ર પોલીસકર્મી સુરક્ષા માટે તૈનાત કરાયા છે. સુનિતાએ હતું કે ‘મને મારા ઉપરી અધિકારીઓનો ટેકો મળ્યો નથી, તેથી મેં રાજીનામું આપ્યું. હું સૈનિક તરીકે મારું કામ કરી રહ્યો હતો. તે આપણી સિસ્ટમની ભૂલો છે કે આવા લોકો એટલે કે મંત્રીના દીકરાઓને વીવીઆઈપીમાં ગણવામાં આવે છે. ત્યારે પોલીસ કમિશનરે કે સુનિતાની પૂછપરછ હજી ચાલુ છે. એટલે ટેકનીકલવી તે હાલ રાજીનામું આપી ન શકે.

Follow Me:

Related Posts