fbpx
ગુજરાત

સૌરાષ્ટ્રથી અમદાવાદ બસના આવતા મુસાફરોના ચેકિંગમાં માટે લાગી લાંબી કતારો

અમદાવાદમાં કોરોનાને કાબૂમાં રાખવા માટે એએમસી દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. શહેરમાં પ્રવેશતા મુસાફરોનું હાઇવે ઉપર જ સઘન ચેકિંગ કરવામાં આવી  છે. ખાસ કરીને સૌરાષ્ટ્રથી આવતી સરકારી-ખાનગી બસનું ચેકિંગ ચુસ્ત બનાવ્યું છે. ચેકીંગ માટે મુસાફરોની લાંબી લાઈન છે. કેટલાય મુસાફરોનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. તો બીજી તરફ, એએમસી દ્વારા એએમટીએસ સ્ટાફ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે.
એએમટીએસ ના તમામ સ્ટાફના કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કરાયું છે. જમાલપુર એએમટીએસ ટ્રેનિંગ સેન્ટર ખાતે ટેસ્ટીંગ શરૂ કરાયા છે. દરેક વિભાગના મળી ૪૦૦૦ કર્મીઓનો ટેસ્ટ કરાશે. ઉલ્લેખનીય છે કે, સુરત અને અન્ય જિલ્લાઓમાં વકરી રહેલા કોરોનાને પગલે એસટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લઈને તકેદારીના પગલા લેવાઈ રહ્યાં છે.
ત્યારે અમદાવાદમાં આવતી અને જતી તમામ બસ સેવા શરૂ કરાઈ છે. સુરત અને અન્ય જિલ્લાઓમાંથી ખાનગી વાહનોમાં આવતા લોકોનું પણ શહેરમાં પ્રવેશ પહેલા સ્કેનિંગ શરૂ કરાયું છે. એસટી વિભાગ અને એએમસી દ્વારા એક્સપ્રેસ હાઈ વે પર તપાસ થઈ રહી છે. હાઈવે પર રેપિડ ટેસ્ટથી સ્કેનિંગ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ ખાનગી ટ્રાવેલ્સે પણ અમદાવાદથી સુરતનું બુકિંગ પણ બંધ કરાયું છે.

Follow Me:

Related Posts