fbpx
ગુજરાત

રાજકોટમાં માસ્ક પહેર્યા વગર ફરતા ૪૨૫ લોકો પાસેથી વસુલાયા ૯૦, હજાર

કોરોનાનો સંક્રમણ રોકવા માટે સરકાર દ્વારા અનલોક જાહેર કર્યું છે. એમાં ધંધા-રોજગારમાં ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છે તો બીજી તરફ અમુક નિયમો પણ ફરજિયાત કરવામાં આવ્યા છે જેમાં જાહેર જગ્યાઓ પર સામાજિક અંતર જાળવવો માસ્ક પણ ફરજિયાત પહેરવો સહિતના નિયમો પાડવા ફરજિયાત છે. પરંતુ હજી પણ ઘણા લોકો જાહેર સ્થળોએ અથવા તો બજારોમાં તે રસ્તા પર માસ્ક પહેર્યા વગર નીકળી રહ્યા છે.
સૌથી વધુ વોર્ડ નંબર ૧૦ માં ૪૧ લોકો સૌથી ઓછા વોર્ડ નંબર એકમાં સાત લોકો માસ્ક વગર ઝડપાયા હતા. શહેરના તમામ ૧૮ વોર્ડ માં અધિકારી અને કર્મચારીઓની ટીમ કરવામાં આવી છે જેમાં આજે માસ્ક પહેર્યા વગર વેસ્ટ ઝોનમાં ૧૪૩, સેન્ટ્રલ ઝોનમાં ૧૬૭, અને ઇસ્ટ ઝોનમાં ૧૪૨ સહિત કુલ ૪૫૨ લોકો માસ્ક પહેર્યા વગર ઝડપાયા હતા. જેમની પાસેથી ૯૦ હજાર ચારસો રૂપિયાની પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે કોરોના નું સંક્રમણ રોકવા માટે જે રીતના નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ હજી પણ ઘણા લોકો નિયમોનું પાલન કરતા નથી. જેને કારણે કોરોના નું સંક્રમણ વધવાની પૂરેપૂરી ઓ રહેલી છે. ત્યારે મનપા દ્વારા હવે ફરજિયાત માસ ને લઈને કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts