fbpx
ગુજરાત

બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી રાજ્યના ૩૩ તાલુકામાં સામાન્ય વરસાદઃ સૌથી વધુ એક ઇંચ વાવમાં

રાજ્યમાં વરસાદનું જાેર નબળું પડ્યું હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં માત્ર ૩૩ તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સરહદી તાલુકા વાવમાં નોંધાયો હતો. અહીં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્્યો હતો. જ્યારે રાજ્યના અન્ય તાલુકામાં સુરત શહેરમાં ૧૮ મિમિ, વડોદરાના પાદરામાં ૧૭ અને કચ્છના નખત્રાણામાં ૧૪ મિમિ વરસાદ નોંધાયો હતો.
દાહોદના ધાનપુરમાં ૯ મિમિ, બનાસકાંઠાના સુઈગામ, દાહોદના દેવગઢ બારિયા અને ઝાલોદમાં ૭-૭ મિમિ, કચ્છના લખપત, પંચમહાલના હાલોલ અને ભરૂચના આમોદમાં ૬-૬ મિમિ વરસાદ, તેમજ દાહોદના લીમખેડા, ભરૂચના ઝઘડિયા અને વાગરામાં ૫-૫ મિમિ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ દ્વારા આજે આગાહી કરવામાં આવી હતી કે બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ધોધમાર વરસાદ પડશે.

Follow Me:

Related Posts