fbpx
ગુજરાત

શ્રાવણ મહિનો શરૂ થતા અમદાવાદમાં બટાટા અને ટામેટાના ભાવમાં ઉછાળા

શ્રાવણ મહિનો શરૂ થતા અને સપ્લાયમાં અવરોધ થતા અમદાવાદમાં શાકભાજી વધુ મોંઘી થઈ રહી છે. જેમાં ખાસ કરીને બટાટા અને ટામેટાનો સમાવેશ થાય છે. હોલસેલ માર્કેટમાં બટાટાના ભાવ ગત વર્ષની સરખામણીમાં બમણા કરતા વધારે થઈ ગયા છે. જ્યારે ટામેટાના ભાવમાં આશરે ૧૦ ટકાનો વધારો થયો છે. જાેકે, ટામેટાના છૂટક ભાાવ ૧૦૦ રૂપિયા કિલોની નજીક છે. આદુ, લસણ અને ફ્રેન્ચ બીન્સના ભાવ પહેલાથી કિલોએ ૧૦૦ રૂપિયાને પાર કરી ગયા છે.
અમદાવાદ કૃષિ પેદાશ બજાર સમિતિના સેક્રેટરી જણાવ્યું હતું કે, ‘શ્રાવણની શરૂઆત સાથે બટાટાની માંગમાં વધારો થયો છે, પરિણામે ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત ટામેટા સહિત શાકભાજીનો પુરવઠો ઓછો છે.’ પટેલે જણાવ્યું હતું કે, જથ્થાબંધ બજારમાં બટાટાના ભાવમાં થોડાક રૂપિયાનો વધારો થશે, જ્યારે ટામેટાનો ભાવ ઘટશે. તેમણે ઉમેર્યું કે, લોકડાઉન દરમિયાન લોકોએ ડુંગળી અને બટાટાનો સ્ટોક કરતા તેની માંગ વધી હતી જ્યારે લીલા શાકભાજીની માંગ ઘટી હતી.
જેતલપુર એપીએમસીના એક વેપારીએ કે ‘શાકભાજીનો પુરવઠો ઓછો છે. છૂટક વેપારીઓને જેતલપુરની મુસાફરી કરવાની ફરજ પડે છે. વેપારીના પરિવહનમાં ખર્ચ થવાને કારણે પણ શાકભાજીના છૂટક ભાવ વધી રહ્યા છે. તેમણે  કે ટામેટાની અછત સાથે ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. એક મહિના પહેલા શહેરમાં દરરોજ ૨૫ ટ્રક આવતી હતી, જ્યારે ભાવ ૧૦ રૂપિયાથી ૨૦ રૂપિયા હતા ત્યારે શુક્રવારે માત્ર ૧૫ ટ્રક આવી હતી. ટામેટા માટે રાજ્ય મહારાષ્ટ્ર અને બેંગ્લોર પર નિર્ભર છે. પુરવઠો ઓછો હોવાને કારણે ભાવ વધી રહ્યા છે.’

Follow Me:

Related Posts