fbpx
ગુજરાત

રાજપીપળામાં કોરોના બ્લાસ્ટઃ એક અઠવાડિયામાં ૧૦૦ પોઝિટિવ કેસ

નર્મદા જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ દિવસેને દિવસે વધી  છે. રોજ એક સાથે ૧૯થી ૨૦ જેટલા પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં જ ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે, ત્યારે રાજપીપળાના સૌથી વધુ અસર ધરાવતા કાછીયાવાડમાં એક અઠવાડિયામાં ૩૦થી વધુ કેસો નોંધાયા છે. જેથી નગરપાલિકાએ કાછીયાવાડ વિસ્તારને રેડ ઝોન જાહેર કરીને સીલ કરી દેવાયો છે. અને લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસો આવતા જિલ્લા કલેક્ટર દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં રાજપીપલા નગરપાલિકા વિસ્તાર, વડીયા ગામ અને લાછરસ ગામ તથા ગરૂડેશ્વર તાલુકાના જેતપુર(વઘરાલી) ગામમાં કોરોવા પોઝિટિવ કેસો નોંધાયા છે. કોરોના વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલા તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે. વ્યાસે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. આ તમામ ઝોન ૨૧ જુલાઇથી ૩ ઓગસ્ટ સુધી બંધ રાખીને કેટલાક નિયંત્રણો લાદતો હુકમ કર્યો છે.

Follow Me:

Related Posts