fbpx
ગુજરાત

અસહ્ય ઉકળાટ વચ્ચે રાજકોટમાં ધોધમાર વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા એક અઠવાડીયાથી અસહ્ય ગરમી પડી રહી છે. ત્યારે આજે બપોર બાદ રાજકોટના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, ઢેબર રોડ, લીમડા ચોક સહિતના મોટભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી દોડવા લાગ્યા હતા. યાત્રાધામ વીરપુરમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જાેવા મળી હતી.
અસહ્ય ગરમી અને બફારાને કારણે શહેરીજનો અકળાયા હતા. ત્યારે અચાનક જ વરસાદ વરસતા લોકો ન્હાવા માટે રસ્તા પર નીકળ્યાં હતા. જ્યારે વીરપુરમાં પણ ધોધમાર વરસાદથી રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. વરસાદથી ખેડૂતોએ વાવેલી મગફળી અને કપાસના પાકને ફાયદો થશે.

Follow Me:

Related Posts