fbpx
ગુજરાત

કોરોના સંકટને જાેતાં મોટો નિર્ણય પાટણમાં ૧ વાગ્યા સુધી અને બોટાદમાં ૩ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા નિર્ણય

કોરોના સંકટને જાેતાં મોટો નિર્ણય
પાટણમાં ૧ વાગ્યા સુધી અને બોટાદમાં ૩ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા નિર્ણયકોરોના કહેર વચ્ચે ગુજરાતના પાટણ શહેરમાં બુધવારથી ૧ વાગ્યા સુધી સ્વેચ્છિક બજારો ખુલવાની જાહેરાત કરાઈ છે. બપોરે ૧ વાગ્યા પછી તમામ બજારો બંધ રહેશે. કોરોના સંક્રમણ વધતા નગરપાલિકાએ એક મોટો નિર્ણય લીધો હતો. ૩૧ જુલાઈ સુધી પાટણમાં ધંધા-રોજગારનો સમય ઘટાડી દેવામાં આવ્યો છે. પાટણ બાદ હવે ગઢડામા કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે ત્યારે કોરોનાનુ સંક્રમણને અટકાવવા ગઢડા વેપારી એસોસિએશન દ્વારા ૩૧ જુલાઈ સુધી રોજ બપોરના ૩ કલાકથી નાના મોટા ધંધા રોજગાર, લારી ગલ્લા સહિતના વેપારો બંધ રાખવાનો નિર્ણય કરાતા આજે ગઢડા સજજડ બંધ રહ્ય્š હતું. બોટાદ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. બોટાદ શહેરમા તેમજ જિલ્લાના ગઢડા, રાણપુર અને બરવાળા તાલુકામાં પણ દરરોજ પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
જિલ્લામાં આજદિન સુધીમાં કુલ ૧૯૩ કેસો પોઝીટીવ નોધાયા છે જયારે ૧૧૧ લોકો સારા થઈ ગયા છે જેમા આજદિન સુધીમાં જિલ્લામાં કુલ ૭ કોરોનાના દર્દીઓના મોત થયા છે જયારે હાલમા કુલ ૭૫ પોઝીટીવ કેસો છે. સાળગપુર તેમજ ભાવનગરની હોસ્પિટલમા સારવાર હેઠળ છે. આમ સમગ્ર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે જયારે જિલ્લાના ગઢડા શહેરમા પણ કોરોનાના પોઝીટીવ કેસો નોંધાયા છે. તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા પણ કોરોનાનુ સંક્રમણ વધી રહી છે તે ચિંતાજનક છે,
ત્યારે ગઢડાના વેપારી એસોસીએશને એક બેઠક યોજી હતી. જેમા રોજ બપોરના ૩ કલાકથી તમામ નાના મોટા વેપાર ધંધા રોજગાર બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજે ગઢડા બપોરના ૩ કલાકથી વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સવેછિક લોકડાઉન રાખ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારથી પાટણમાં ૧ વાગ્યા સુધી જ દુકાનો ખુલશે. ૩૧ જુલાઈ સુધી તમામ ધંધા-રોજગારનો સમયમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણ વધતા નગરપાલિકાએ આ નિર્ણય લીધો હતો. અત્યાર સુધી પાટણ શહેરમાં ૨૪૦ કેસ નોંધાયા છે.

Follow Me:

Related Posts