fbpx
ગુજરાત

કોરોનાના વધતા સંક્રમણ મામલે ગુજરાત હાઇકોર્ટની સરકારને ટકોર માસ્ક ન પહેરનારને ૧ હજાર સુધીનો દંડ ફટકારોઃ હાઇકોટ

બહારથી આવતા લોકોને રોકો, કોઈને ખરાબ લાગે તેની ચિંતા ન કરોટોસિલિઝુમેબ ઇન્જેક્શન મામલે હાઇકોર્ટની લાલ આંખઃ સરકાર જવાબદારો સામે કડક પગલાં ભરેરાજ્યમાં કોરોના વાયરસના કેસ રોકેટગતિએ વધી રહ્યાં છે. ગુજરાતમાં સરકારી ચોપડે હવે રોજેરોજ ૧૦૦૦થી પણ વધુ કેસ સામે આવી રહ્યાં છે. કેસની સાથો સાથ મૃતાંકનો ગ્રાફ પણ ધીમે ધીમે ઉપર ચડી રહ્યો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આકરી ટકોર કરી છે. સાથે જ કોર્ટે કેટલાક જરૂરી સૂચનો પણ કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને  છે કે, જ્યાં સંક્રમણ હોય ત્યાં બહારથી આવતા લોકોને આવતા અટકાવવામાં આવે. સાથે માસ્ક ના પહેરનારાઓને ફટકારવામાં આવતી દંડની રકમ પણ બમણી કરી દેવામાં આવે. કોરોના વાયરસને લઈને દાખલ કરવામાં આવેલી સુમોટો અરજી પર આજે હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી.
જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને આકરી ટકોર કરી હતી. હાઈકોર્ટે કોરોનાની ગંભીર સ્થિતિને લઈને ટકોર કરતા રાજ્યની રૂપાણી સરકારને  છે કે, જ્યાં કોરોનાનું સંક્રમણ હોય ત્યાં બહારથી આવતા લોકોને રોકવા જાેઈએ. તેવી જ રીતે માસ્ક ના પહેરાનારાઓ વિરૂદ્ધ પણ હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે, માસ્ક ન પહેરનારને આકરો દંડ ફટકારવામાં આવે. માસ્ક ના પહેરનારને બમણો દંડ ફટકારવામાં આવે. હાલ માસ્ક વગર ફરનારાઓને રૂપિયા ૫૦૦નો દંડ કરવામાં આવે છે તે રકમ વધારીને ૧૦૦૦ કરી દેવી જાેઈએ.
સાથે જ હાઈકોર્ટે રાજ્ય સરકારને લોકોના ભલા માટે આ પ્રકારના અનેક આકરા નિર્ણય લેવાની સલાહ આપી હતી. કોઈ નારાજ થશે તેની ચિંતા કરવાની સરકારે કોઈ જ જરૂર નથી. આમ હાઈકોર્ટે કોરોના વાયરસની ગંભિર સ્થિતિને લઈને રાજ્ય સરકારને આકરી ટકોર કરી છે. જાહેર છે કે, રાજ્યમાં કેમેય કરીને કોરોના વાયરસની સ્થિતિ કાબુમાં નથી આવી રહી. ઉપરથી દિવસે દિવસે વધારે ખરાબ થઈ રહી છે. રાજ્યમાં રોજે રોજ હવે ૧૦૦૦થી વધારે કેસ નોંધાય છે. જેના પર કાબુ મેળવવા હાઈકોર્ટે સરકારને અનેક સૂચનો કરવાની ફરજ પડી હતી.
ગુજરાત હાઈકોર્ટમાં ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની કાળા બજારીને લઈને પણ વધુ એક સુનવણી હાથ ધરવામાં આવી હતી. ઈન્જેક્શનની કાળા બજારી કરનારાઓ સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે.
ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના નામે થતી કાળા બજારી અટકાવવા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરીને કે, નકલી ઇન્જેક્શનનો વેપાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તો સાથે જ એસિમ્પટોમેટિક દર્દીઓના ટેસ્ટ નહિ કરવાની રાજ્ય સરકારની નીતિ સામે કોર્ટમાં અરજદારે વિરોધ કર્યો છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પણ જેને ટેસ્ટ કરાવવો હોય તેને કરવાની છૂટ મળવી જાેઈએ તેવી રજૂઆત હાઈકોર્ટમાં કરાઈ છે.

Follow Me:

Related Posts