fbpx
ગુજરાત

સુરત ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૦થી પણ વધારે કોરોના કેસ નોંધાતા ફફડાટ

કોરોના વાયરસે હવે ડાયમંડ સિટી સુરત અને તેની આસપાસના વિસ્તારને પોતાના ભરડામાં લીધો છે. અમદાવાદની માફક હવે સુરતમાં કોરોના વાયરસ પોતાનો હાહાકાર મચાવી રહ્યો છે. આજે સુરત ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૧૦૦થી પણ વધારે કેસ નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે. સુરત જીલ્લાના ઓપલાડ, બારડોલી, કામરેજ, ચોર્યાસી સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે.
જેના પગલે તંત્ર દોડતું થઈ ગયું છે અને લોકોમાં ભય વ્યાપી જવા પામ્યો છે. કોરોના વાયરસે હવે અમદાવાદ બાદ સુરતને પોતાનું નિશાન બનાવ્યું છે. સુરતમાં દર ૨૪ કલાકમાં ૨૦૦ની આસપાસ કેસ નોંધાય છે. તેવી જ રીતે સુરતમાં મૃતાંક પણ રાજ્યમાં સૌથી વધારે રહે છે. છેલ્લા ૨૪ જ કલાકમાં સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૧૧૧ કેસ નોંધાતા સોપો પડી ગયો છે. સુરત જીલ્લાના કામરેજમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાયા હતાં. કામરેજમાં એક જ દિવસમાં ૨૮ કેસ સામે આવ્યા છે.
જ્યારે બારડોલીમાં ૨૪ કેસ નોંધાયા છે. પલસાણા અને ચોર્યાસીમાં ૧૪-૧૪ કેસ તો લપાડમાં ૧૦ અને માંડવીમાં ૯ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે સુરતનું મહુવા પણ કોરોના વાયરસથી અળગુ  નથી અહીં ૭ કેસ નોંધાયા છે. જ્યારે માંગરોળમાં ૫ કેસ સામે આવ્યા છે. આમ સુરત ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૨૧૬૩ કેસ સામે આવ્યા છે. જ્યારે ૭૬ લોકોના મોત નિપજી ચુક્્યા છે.

Follow Me:

Related Posts