fbpx
ગુજરાત

CCC  CCC+  પરીક્ષા પાસ કરવાની સમયમર્યાદા ૩૧ ડિસે. સુધી વધારાઈ ૧૯૭૫થી ૧૯૮૫ દરમ્યાન ભરતી થયેલા કર્મચારીઓને પગાર-પેન્શનમાં લાભ થશે

રાજ્ય સરકારના અધિકારીઓ-કર્મચારીઓ માટે મુખ્યમંત્રી રૂપાણીએ આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ સરકારી કર્મચારીઓને બઢતી-ઉચ્ચત્તર પગાર ધોરણ માટે આવશ્યક સીસીસી અને સીસીસી પરીક્ષા પાસ કરવાની સમયમર્યાદા ૩૧ ડિસેમ્બર-૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ૨૦૦૭થી ફરજિયાત કોમ્પ્યુટર ટેસ્ટ દાખલ કરવામાં આવેલી છે અને તે પાસ કરવાની હાલની સમયમર્યાદા ૩૦ એપ્રિલ ૨૦૧૬ હતી.
આ અંગે મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ અન્ય કર્મચારી મંડળોએ કરેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં તેમણે આ મુદત લંબાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણીના સીસીસી અને સીસીસી પરીક્ષા પાસ કરવાની મુદત લંબાવવાના આ નિર્ણયને પરિણામે જે કર્મચારીઓ ૧૯૭૫થી ૧૯૮૫ દરમ્યાન રાજ્ય સેવામાં ભરતી થયેલા છે અને હાલ નિવૃત્તિ આરે છે તેવા કર્મચારીઓને ઉચ્ચત્તર પગાર ધોરણ તેમજ તેને સંલગ્ન પેન્શન લાભ પણ મળતા થશે.
મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્ય સરકારના કર્મયોગી-અધિકારીઓ માટે સીસીસી અને સીસીસી પરીક્ષા પાસ કરવાની મુદત ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી લંબાવવાના કરેલા આ નિર્ણયથી હજારો વિવિધ વિભાગો-સંવર્ગના અનેક કર્મચારીઓને લાભ થશે.

Follow Me:

Related Posts