fbpx
ગુજરાત

વિડીયોથી સ્મીમેર હોસ્પીટલની પોલ ખોલનાર રત્નકલાકારનું કોરોનાથી મોત

સુરતમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ જાેવા મળી છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત એક રત્નકલાકારનો પુરતી સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સુરતમાં રત્નકલાકારનો વીડિયો વાયરલ થતા તંત્ર અને હોસ્પિટલની પોલ ખૂલી ગઈ હતી. પરંતુ આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. હાલ આ રત્નકલાકારનું કોરોનાથી મોત નિપજ્યું છે.
સુરતમાં રત્નકલાકારે વાયરલ કરેલા વીડિયોમાં ‘કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશ’ જે શબ્દો સાચા ઠર્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. હોસ્પિટલમાં દાખલ થયાના ત્રણ દિવસે કહેલા શબ્દોના ચાર દિવસ બાદ કોરોનાથી મૃત્યુ થયું છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં ૩૮ વર્ષીય હરસુખ ભીખાભાઈ વાધમસી રહે છે. મૂળ અમરેલી બોરડીગામના વતની છે અને સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. હાલ તેમની પત્ની અને એક પુત્ર તેમજ પુત્રી વતનમાં છે. દરમિયાન ૧૭મીના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
સુરતમાં રહેતા ભાઈઓ જ હાલ તેમને મદદ કરે છે. દરમિયાન ૧૭મીના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સુરતમાં રહેતા ભાઈઓ જ હાલ તેમને મદદ કરતા હતા. થોડાક દિવસ પહેલા તેમને કોરોના થયો હોવાથી તેઓ સુરતની સરકારી હોસ્પિટલમાં ચાલી રહેલી લીલાયાવાડીનો વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેમણે હોસ્પિટલમાં સુવિધા ન મળતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

Follow Me:

Related Posts