fbpx
ગુજરાત

પેટાચૂંટણી અગાઉ કોંગ્રેસને મોટો ઝાટકો મોરબીમાં ૬૦ જેટલા આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

મોરબીમાં આજે કોંગ્રેસના વધુ ૬૦ જેટલા આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો છે. પેટાચુંટણી પહેલા કોંગ્રેસમાં સતત મોટા ગાબડા પડી રહ્યા છે. આજે યોજાયેલ કાર્યકર્મમાં આઈ કે જાડેજા અને મંત્રી સૌરભ પટેલની આગેવાનીમાં માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને બે મોરબી તાલુકા પંચાયતના ૨ સભ્યો સહિત ૬૦ જેટલા આગેવાનો ભાજપ પ્રવેશ કર્યો હતો. આજે યોજાયેલ કાર્યકમમાં ભાજપના સંભવિત ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ભાંગરો વાટ્યો હતો અને સી આર પાટીલને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બનાવી દીધા હતા. મોરબીમાં આજે કોંગ્રેસના વધુ ૬૦ જેટલા આગેવાનોએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
પ્રભારી આઈ કે પટેલ અને મંત્રી સૌરભ પટેલ તેમજ સાંસદ મોહનભાઈ કુંડારિયાની હાજરીમાં માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આર.કે.પારેજીયા તેમજ મોરબી તાલુકા પંચાયત સભ્ય મણીલાલ બાવરવા તેમજ ભાનુભાઈ રાઠોડે પણ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. આ ઉપરાંત માળિયા તાલુકાના અનેક ગામના સરપંચ ઉપસરપંચ સહીતના ૬૦થી વધુ આગેવાનોએ કોંગ્રેસને અલવિદા કહી હતી. ભાજપે અગાઉ પણ કોંગ્રેસમાં ગાબડું પાડ્યું હતું અને મોરબી તાલુકા પંચાયત પ્રમુખ સહીત ૩૫ જેટલા કોંગી આગેવાનોને ભાજપમાં જાેડ્યા હતા. અને હવે વધુ ૬૦ આગેવાનો ભાજપમાં જાેડી કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. જાેકે ભાજપના મોરબી માળિયા બેઠકના સંભવિત ઉમેદવાર બ્રિજેશ મેરજાએ પત્રકારો સાથે વાત કરતા વટાણા વેરી નાખ્યા હતા અને ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગણાવ્યા હતા. જેણે લઇને ભાજપના આગેવાનો પણ શરમજનક સ્થતિમાં મુકાઈ ગયા હતા.

Follow Me:

Related Posts