fbpx
ગુજરાત

સમગ્ર રાજ્યમાં એક સમાન દંડ વસૂલાશે ૧ ઓગષ્ટથી માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનારા પાસેથી રૂ.૫૦૦ દંડ વસૂલાશ

સમગ્ર રાજ્યમાં એક સમાન દંડ વસૂલાશે
૧ ઓગષ્ટથી માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનારા પાસેથી રૂ.૫૦૦ દંડ વસૂલાશઅમૂલ પાર્લર પરથી ૨ રૂપિયામાં માસ્ક મળશેકોરોનાનું સંકટ વધી  છે ત્યારે સરકાર તરફથી માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જાહેરમાં માસ્ક નહીં પહેરતા લોકો માટે સરકારે ૨૦૦ રૂપિયા દંડ કરવાનો નિર્ણય કર્યો હતો. જાેકે, અમદાવાદ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ રકમ વધારીને ૫૦૦ રૂપિયા કરવામાં આવી છે. હવે સરકાર તરફથી આખા ગુજરાતમાં માસ્ક ન પહેરવાના દંડની રકમ વધારીને ૫૦૦ રૂપિયા કરવામાં આવી છે. આ નિયમ પહેલી ઓગસ્ટથી આખા ગુજરાતમાં લાગૂ પડશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી ૧ ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો તેમજ જાહેરમાં થૂકનારા વ્યક્તિઓને ૫૦૦ રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ આ દંડની રકમ રૂપિયા ૨૦૦ છે, આ રકમ પહેલી ઓગષ્ટથી ૫૦૦ રૂપિયા કરવામાં આવશે. આ સાથે જ રાજ્યના લોકોને સરળતાથી માસ્ક મળી રહે તે માટે અમૂલના પાર્લર પરથી બે રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્કનું વેચાણ કરવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા પણ અમૂલ પાર્લર પરથી લોકો એન૯૫ અને સર્જિકલ માસ્ક લોકો ઓછી કિંમતે મેળવી શકતા હતા.
કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. સરકારની અનેક અપીલ છતાં લોકો જાહેરમાં નીકળતી વખતે માસ્ક નથી પહેરી રહ્યા. આથી જ સરકારે હવે દંડની રકમ વધારવાની ફરજ પડી છે. સરકારે બહાર નીકળવાની તેમજ ધંધા રોજગાર શરૂ કરવાની છૂટ આપી દીધા બાદ લોકો એવી રીતે વર્તન કરી રહ્યા છે કે જાણે રાજ્યમાંથી કોરોના ભાગી ગયો છે. ગુજરાત હાઇકોર્ટે સરકારને કરી હતી ટકોરનોંધનીય છે કે ગત અઠવાડિયે ગુજરાત હાઇકોર્ટ તરફથી સરકારને માસ્ક બાબતે ટકોર કરવામાં આવી હતી. હાઇકોર્ટે સરકારને ટકોર કરતા  હતું કે માસ્ક વગર ફરતા લોકોને ૧,૦૦૦ રૂપિયા સુધી દંડ કરવામાં આવશે. આ મામલે કોઈને શું લાગશે તેનો વિચાર કર્યા વગર સરકાર માસ્કનો ફરજિયાત અમલ કરાવે. હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે ઘણાં લોકોમાં માસ્ક ન પહેરવાની ટેવ છે. લોકો આ બાબતને ગંભીરતાથી લે તે માટે માસ્ક ન પહેરનારાં લોકો પાસેથી સરકારે એક હજાર રૂપિયાનો દંડ લેવો જાેઇએ. સરકાર તરફથી હાઇકોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે સુરત અને અમદાવાદમાં માસ્ક ન પહેરવા માટે ૫૦૦ રૂપિયા દંડ વસૂલવામાં આવે છે. અન્ય જગ્યાએ ૨૦૦ રૂપિયા દંડ લેવામાં આવે છે. આ મામલે હાઇકોર્ટે સૂચન કર્યું હતું કે લોકો આ વાતને ગંભીરતાથી લે તે માટે દંડની રકમ વધારવી જરૂરી છે.

Follow Me:

Related Posts