fbpx
ગુજરાત

નવા વાડજની એક સોસાયટીમાં કોરોના સામે આયુર્વેદિક ઉપચાર શરૂ

નવા વાડજની એક સોસાયટીમાં કોરોના સામે આયુર્વેદિક ઉપચાર શરૂ અમદાવાદના નવા વાડજની એક સોસાયટીમાં કોરોના સામે આયુર્વેદિક ઉપચાર શરૂ કરવામાં આવ્યો છે. હોમ મેઇડ એક આયુર્વેદિક સ્ટીમ મશીન બનવવામાં આવ્યું છે, જેમાં સોસાયટીના ૩૦૦ જેટલા લોકો દરરોજ ઉપચાર મેળવે છે. હવે તમારા મનમાં થશે કે આ દેશી નુસખો શુ છે? તો અમે આજે તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નવા વાડજની એક સોસાયટીમાં એક નાનો લાકડાનો રૂમ બનાવવામાં આવ્યો છે. આ રૂમમાંથી અવિરત રીતે વરાળ નીકળતી રહી છે અને આ રૂમની બહાર લોકો સોશિયલ ડિસ્ટન્સમાં લાંબી લાઈનોમાં બેસેલા જાેવા મળે છે. ત્યારબાદ એક પછી એક વ્યક્તિ બે મિનિટ માટે આ રૂમમાં મોકલવામાં આવે છે અને એક તાજીગીસભર હસતા ચહેરે બહાર નીકળે છે.
સામાન્ય રીતે તેને આ પદ્ધતિને હોમ મેડ સ્ટીમ મશીન દ્વારા લોકોને નાસ આપવામાં આવે છે. આ મશીનની અંદર જે વરાળ આપવામાં આવી રહી છે તે મશીનની પાછળ સળગાવેલા એખ ચૂલા પર મુકેલા તપેલામાંથી આવી રહી છે. આ તપેલામાં રસોડામાં વાપરવામાં આવતા તજ, હળદર, અરડૂસી, પીપળો, લીમડો વગેરે જેવી આયુર્વેદીક મસાલાઓને ગરમ કરવામાં આવે છે જેને ૮૦ ડીગ્રી સુધી ગરમ કરવામાં આવે છે જે બાષ્પીભવન થઈને આ સ્ટીમ મશીનમાં આવે છે. આ વરાળની નાસ લેવા માટે સોસાયટીના લોકો સવાર અને સાંજે એમ બે સમય લાઈનોમાં ઉભા રહે છે. આ વરાળની નાસ લેવાથી શ્વાસનળી, અન્નનળી સાફ રહે છે અને સાથે સામાન્ય શરદી ઉધરસ પણ મટી જતી હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. સામાન્ય દેખાતું મશીન કોરોના જેવા વૈશ્વિક રોગ સામે લડવામાં ખૂબ જ કારગર હોવાનું સ્ટીમ મશીન સંશોધક જણાવી રહ્યા છે. કોરોના જેવા રોગો માટે આ આયુર્વેદિક ઉપચાર સફળ હોવાનો દાવો પણ મહેન્દ્રભાઈએ કર્યો છે. કોરોના જેવા ભયકર રોગ સામે લડવા માટે લોકો નવા નવા નુસખાઓ કરી રહ્યા છે. આ આયુર્વેદિક ઉપચાર લોકોને કેટલો કારગર નીવડે છે તે સંશોધનનો વિષય છે, પરંતુ આયુર્વેદિક ઉપચારના લીધે લોકો કોરોના સામે બાયો જરૂર ચડાવી છે.

Follow Me:

Related Posts