fbpx
ગુજરાત

DSP વિવાદ  પુજા શ્રોફના હાઈકોર્ટે આગોતરા જામીન મંજુર કર્યા

DSP વિવાદ  પુજા શ્રોફના હાઈકોર્ટે આગોતરા જામીન મંજુર કર્યા  શિક્ષણ વિભાગમાં રજુ કરાયેલો એનઓસી બોગ્સ હોવાથી ડીપીએસ સ્કુલના ટોચના આધિકારીઓ મંજુલા શ્રોફ, હિતેન વંસત સહિત ૩ આરોપીઓના મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે દ્વારા આગોતરા જામીન ફગાવતી દેતા પુજા શ્રોફ, હિતેન વંસત અને અનિતા દુઆ દ્વારા નીચલી કોર્ટના આદેશને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અગાઉ હાઈકોર્ટે ત્રણેય આરોપીઓ વિરૂધ ૨૭મી જુલાઈ સુધી કોઈ પણ કાર્યવાહી ન કરવાનો આદેશ કર્યો હતો. ૨૭મી જુલાઈએ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફે સોંગદનામું રજુ ન કરાતા હાઈકોર્ટ દ્વારા રાહત લંબાવવામાં આવી છે. અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે ત્રણેય આરોપીઓના આગોતરા જામીન અરજી ફગાવી દેતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી.પુજા શ્રોફના હાઈકોર્ટે આગોતરા જામીન મંજુર કર્યાપુજા શ્રોફના હાઈકોર્ટે આગોતરા જામીન મંજુર કર્યાઅમદાવાદ મિઝાપુર ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન ફગાવતા મહત્વનું અવલોકન કર્યું હતું કે,
આરોપીઓ વિરૂધ ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે. જાે તેમને જામીન આપવામાં આવશે તો પુરાવવા સાથે ચેડા થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને જામીન ફગાવવામાં આવ્યા હતા.કોર્ટમાં આ મુદે પોલીસ દ્વારા સોંગદનામું રજુ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓની ગેરહાજરીમાં સ્કુલ દ્વારા લેવવામાં આવેલી બોગ્સ એનઓસી તપાસ માટે મેળવી શકાશે નહિ. પોલીસે સોંગદનામાં આક્ષેપ કર્યો છે કે, આ કેસના આરોપી અને સહ-આરોપીઓ દ્વારા ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ડીપીએસ ઈસ્ટ શાળાએ ખોટી એનઓસી મેળવી શાળા શરૂ કરી હતી. આરોપીઓ સદ્ધર છે અને સ્કુલ સતાધિશો તરફથી પણ તપાસમાં સહયોગ ન મળતો હોવાથી તેમના આગોતરા જામીન મંજુર કરવામાં ન આવે.

Follow Me:

Related Posts