fbpx
ગુજરાત

રાજકોટમાં કોરોનાના વધુ ૩૯ કેસ નોંધાતા, કુલ આંક ૧૦૨૨ થયો

રાજકોટમાં કોરોનાના વધુ ૩૯ કેસ નોંધાતા, કુલ આંક ૧૦૨૨ થયો રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે શહેરમાં ગઈ કાલે સાંજે ૫ વાગ્યાથી આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં નવા ૩૯ કેસ નોંધાયા છે. એક તરફ શહેરીજનોમાં કોરોનાને લઈને ફફડાટ જાેવા મળી રહ્યો છે અને બીજી તરફ રાજકોટ મનપા દ્વારા હવેથી કોરોનાગ્રસ્ત નામ જાહેર નહીં કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે મનપા દ્વારા જે વિસ્તારમાં કોરોનાગ્રસ્ત હોય તેના નામની બદલે હવે ફક્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.
સાનિધ્ય ગ્રીન, કારણપરા, રામધામ સોસાયટી, ન્યુ જાગનાથ પ્લોટ, મોરબીરોડ ઝુપડપટ્ટી, ન્યુ પરિમલપાર્ક, સદગુરુ સોસાયટી, સનસીટી, અંબાજી કડવા પ્લોટ, અંકુર સોસાયટી, સરદારનગર-૭, યોગી દર્શન સોસાયટી, કૈલાશ ધામ, અક્ષરનગર, પરસાણા નગર, સંતકબીર રોડ, પોલીસ હેડ ક્વાર્ટર, અલ્કા સોસાયટી, હાઈ રાઈઝ બિલ્ડીંગ, રૈયા ટેલીફોન એક્ષચેન્જ, સીલ્વર સાઈન પ્લોટ, રામેશ્વર પાર્ક, પ્લાન્ડ રેસીડેન્સી, ૧૦-શ્રીજી સોસાયટી,
નેહરુનગર, દર્શીલ રો હાઉસ, સરદાર પટેલ સોસાયટી, પંચવટી સોસાયટી પાસે, શેપહાયર સનસીટી, ગુલાબ વિહાર સોસાયટી, સોમનાથ સોસાયટી, શક્તિ સોસાયટી, ગાંધીગ્રામ, સિલ્વર સેન્ડ સોસાયટી, આલાપ ગ્રીન સીટી. તેમજ આજ રોજ સંતકબીર રોડ વિસ્તારના ૧ (એક) પુરૂષ દર્દી તથા શાંતિવન સોસાયટીના ૧ (એક) સ્ત્રી દર્દી કોરોનાથી મૃત્યુ પામેલ છે. આજ રોજ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોનાને કારણે ૧૧ મૃત્યુ (કોવીડ ડેથ) થયા છે.

Follow Me:

Related Posts