fbpx
ગુજરાત

વડોદરા રેલવે સ્ટેશન પાસે કર્ણાવતી એક્સપ્રેસનું એન્જિન ડબ્બા છોડી આગળ નીકળી ગયું

વડોદરા રેલવે સ્ટેશન પાસે કર્ણાવતી એક્સપ્રેસનું એન્જિન ડબ્બા છોડી આગળ નીકળી ગયુંવડોદરા રેલવે સ્ટેશન પાસે આજે સવારે કર્ણાવતી કોવિડ-૧૯ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન સાથે દુર્ઘટના થઇ હતી. અમદાવાદથી મુંબઇ જતી કર્ણાવતી એકસપ્રેસ ટ્રેનના ડબ્બા એન્જિનથી છુટ્ટા પડી ગયા હતા. માત્ર બે ડબ્બા એન્જિન સાથે આગળ ગયા હતા. બાકીના છુટ્ટા પડી ગયા હતા. ટ્રેનની ગતિ ઓછી હોવાથી મોટી દુઘર્ટના ટળી હતી. અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ તરફ જતા કર્ણાવતી એક્સપ્રેસ(૦૨૯૩૪)ના પેસેન્જર ડબ્બા છૂટ્ટા પડી ગયા હતા. વડોદરાથી વિશ્વામિત્રી રેલવે સ્ટેશન વચ્ચે વહેલી સવારે આ ઘટના બની હતી. એક મુસાફરે આ ઘટનાનો વીડિયો બનાવી પોતાના ટિ્‌વટર ઉપર વાઈરલ કરતા રેલવેની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. ટ્રેનની સ્પિડ ઓછી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઇ હતી.
અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ તરફ જઇ રહેલ કર્ણાવતી એક્સપ્રેસ નિર્ધારીત સમયે વડોદરા રેલવે સ્ટેશન ઉપર સવારે ૬ઃ૩૦ વાગ્યે આવી પહોંચી હતી. વડોદરા રેલવે સ્ટેશન ઉપરથી મુસાફરોને લઇને કર્ણાવતી એક્સપ્રેસ મુંબઇ તરફ રવાના થઇ હતી. દરમિયાન વડોદરા બાદ આવતા વિશ્વામિત્રી રેલવે સ્ટેશન સુધી કર્ણાવતી એક્સપ્રેસ પહોંચે તે પહેલાં એન્જીન પછીના પેસેન્જર ડબ્બા છૂટા પડી ગયા હતા. આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા વિકાસ શર્મા નામના મુસાફરે વીડિયો ઉતારી પોતાના ટિ્‌વટર ઉપર વાઈરલ કરી દીધો હતો.
આ વીડિયો રેલવેના ધ્યાન ઉપર આવતા તુરંત જ રેલવેની ટેક્નિકલ ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને છૂટા પડેલા ડબ્બાને જાેઇન્ટ કરીને રવાના કરી હતી. જાે ટ્રેનની સ્પીડ વધુ હોત તો મોટી દુર્ઘટના સર્જાય હોત. આ ઘટનાની જાણ રેલવેને થતાં તુરંત જ ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. અને પાર્ટીંગ જાેઇન્ટ કરીને ટ્રેનને રવાના કરી હતી. આ ઘટનાને પગલે અડધો કલાક ટ્રેન મોડી પડી હતી. આ ઘટનાની તપાસ માટે તાત્કાલિક તપાસ કમિટી બનાવી દેવામાં આવી છે. સદભાગ્યે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

Follow Me:

Related Posts