fbpx
ગુજરાત

રાજકોટના એક પ્રોફેસરે રિક્ષામાં ફેરફાર કરી બનાવી એમ્બ્યુલન્સ

રાજકોટના એક પ્રોફેસરે રિક્ષામાં ફેરફાર કરી બનાવી એમ્બ્યુલન્સ રાજકોટ સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કેર યથાવત જાેવા મળી રહ્યો છે. કોરોના વાઇરસના કારણે અનેક નાની-મોટી સમસ્યાઓ પણ સામે આવી રહી છે. જેથી આ મહામારી સામે લડવા રાજકોટના એક પ્રોફેસરે રિક્ષામાં ફેરફાર કરીને તેને એમ્બ્યુલન્સનું રૂપ આપ્યું છે. નોખું અનોખું કરવામાં આગળ રાજકોટ કોરોનાની આફત સામે લડવામાં પોતાની રીતે યોગદાન આપી  છે. જેમાં રાજકોટના પ્રોફેસર ધવલ મોનાણીએ રીક્ષામાં ફેરફાર કરીને તેને એમ્બ્યુલન્સનું રૂપ આપ્યું છે. આ એમ્બ્યુલન્સ હાલ કોરોનાની મહામારી સામે લડવા માટે આરોગ્ય વિભાગ માટે એક શસ્ત્ર બનીને કામ કરી રહી છે. આપણા દેશમાં અનેક એવી જગ્યાઓ છે દાખલા તરીકે મુંબઈની ધારાવી કે જ્યાં કોઈપણ વ્યક્તિને જાે તબીબી સારવારની જરૂર પડે તો ત્યાં એમ્બ્યુલન્સ જઈ શકતી નથી. સાંકડી અને નાની નાની જગ્યામાં પણ જે કોઇ વ્યક્તિને ઓક્સિજનની તાતી જરૂરિયાત હોય તે વ્યક્તિને ઓક્સિજન મળી રહે તેમજ ઓક્સિજનની સુવિધા લેતા લેતા તે હોસ્પિટલ સુધી પહોંચી શકે તે માટે આ પ્રકારની એમ્બ્યુલન્સ રીક્ષા આશીર્વાદરૂપ બને છે.
આ એમ્બ્યુલન્સ રિક્ષામાં દર્દીને ઓક્સિજનની સારવાર મળી શકે તે માટેની પણ વ્યવસ્થ. ઉપરાંત કોરોનાના સ્વે ટેસ્ટ તેમજ દિવસમાં ૮૦ થી ૯૦ એક્સ રે લઈ શકાય તેવી ક્ષમતા ઉભી કરાઇ છે. હાલ રાજકોટના પ્રોફેસરે તૈયાર કરેલી આ એમ્બ્યુલન્સ રીક્ષા મુંબઈ માટે ખૂબ ઉપયોગી સાબિત થઇ રહી છે.

Follow Me:

Related Posts