fbpx
ગુજરાત

રાજકોટમાં વિદ્યાર્થીનીના ઘરમાં ઘૂસી શિક્ષકે બે વાર દુષ્કર્મ આચરતા ફરિયાદ

રાજકોટમાં વિદ્યાર્થીનીના ઘરમાં ઘૂસી શિક્ષકે બે વાર દુષ્કર્મ આચરતા ફરિયાદ

રાજ્યમાં મહિલાઓ હવે સુરક્ષિત દેખાઈ રહી નથી, તેનો તાજું ઉદાહરણ આજે રાજકોટમાં જાેવા મળ્યું છે. શિક્ષણ જગતને ફરી એકવાર લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટમાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. સગીરા વિદ્યાર્થીનીને ઘરમાં પુરી ક્લાસિસના શિક્ષકે જ બે વાર દુષ્કર્મ આચરી ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. રાજકોટમા યુનિવર્સિટી પોલીસે ફરિયાદના આધારે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં એક વિદ્યાર્થીની અક્ષર ક્લાસિસમાં ક્લાસીસ માટે જતી હતી. પરંતુ લોકડાઉનના કારણે અભ્યાસ બંધ છે, ત્યારે આરોપી શિક્ષક તેના ઘરે આવતો જતો હતો. ત્યારે અક્ષર ક્લાસિસના શિક્ષકના મનમાં વિદ્યાર્થીનીની પોતાની હવસનો શિકાર બનાવવા માટે મોકો શોધતા જ હતો, તેવામાં એક દિવસ માતા નોકરીએ ગઈ હતી અને સગીરા વિદ્યાર્થીની ઘરમાં એકલી હતી, ત્યારે તે ઘરમાં ધૂસીને દુષ્કર્મ આચર્યું હતું.
સગીર વિધાર્થિની પર શિક્ષકે ઘરે જઈ બે વખત દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાની વાત વિદ્યાર્થીનીએ પરિવારજનોને કરી હતી. ત્યારબાદ ગુસ્સામાં લાલપીળો થતો પરિવાર અક્ષર ક્લાસિસ નામે ટ્યુશન ક્લાસ ચલાવતા ભવ્ય મનોજભાઈ કરાથીયા વિરુદ્ધ રાજકોટ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ ઘટનાની ગંભીરતાને લઈને આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે. આરોપીની ધરપકડ કરી મહિલા પોલીસને આરોપી સોંપાયો હતો. હાલ આરોપીનો કોરોના રિપોર્ટ બાદ તેની પુછપરછ હાથ ધરાશે.

Follow Me:

Related Posts