fbpx
ગુજરાત

કોરોનાને કારણે રાજકોટમાં વધુ ૯ દર્દીના મોત થતા લોકોમાં ગભરાટ

કોરોનાને કારણે રાજકોટમાં વધુ ૯ દર્દીના મોત થતા લોકોમાં ગભરાટસિવિલ હોસ્પિટલમાં ૬ અને ખાનગી હોસ્પિટલમાં ૩ દર્દીના મોતરાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ મોતનો આંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં આજે વધુ ૯ દર્દીના કોરોનાથી મોત નિપજયાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૬ અને ખાનગી હોસ્પિટલમાં ૩ દર્દીના મોત નિપજ્યાં છે. જ્યારે કાલાવડના ૫૫ વર્ષીય દર્દીનો કોરોના રિપોર્ટ આવે તે પહેલા જ મોત નિપજ્યું છે. સૌરાષ્ટ્રના બાબરા, જસદણ, મોરબી અને રાજકોટના ૪ દર્દીના કોરોનાથી મોત નિપજ્યાં છે. જ્યારે રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ ૧૭૦૦ને પાર થઈ ગયા છે.
રાજકોટમાં હજુ પણ આરટીપીસીઆર ટેસ્ટ થઈ રહ્યાં છે. તેમાં પણ લેબની ક્ષમતાને ધ્યાને રાખીને ટેસ્ટ વધારાઈ શકતા નથી. બુધવારે માત્ર ૧૯૪ ટેસ્ટ કરાયા હતાં. જેમાંથી ૮૦ પોઝિટિવ આવ્યા છે એટલે કે પોઝિટિવિટી રેશિયો ૪૧ ટકાએ પહોંચ્યો છે. જાે કે આરોગ્ય વિભાગ જણાવે છે કે, રેપિડ ટેસ્ટ કરાય છે તે કુલ ટેસ્ટમાં હજુ ગણાતા નથી પણ તેમાંથી આવેલા પોઝિટિવ કેસ ગણવામાં આવે છે. બીજી તરફ રેપિડ ટેસ્ટ કિટની પણ અછત જાેવા મળી રહી છે અને ૧૫૦૦ કિટ પૂરી થતા

Follow Me:

Related Posts