fbpx
ગુજરાત

રાજ્ય આરોગ્યમંત્રી કાનાણીએ ફોટો સેશનમાં સોશિયલ ડિસ્ટન્સનાં લીરેલીરા ઉડાવ્યા

રાજ્ય આરોગ્યમંત્રી કાનાણીએ ફોટો સેશનમાં સોશિયલ ડિસ્ટન્સનાં લીરેલીરા ઉડાવ્યા ગુજરાતમાં રૂપાણી સરકારનાં મંત્રીઓ આજે વિવાદમાં ફસાતાં જાય છે. સવારે મંત્રી કુંવરજી બાવળિયા જીમનાં ઓપનિંગના વિવાદમાં ફસાયા હતા. જે બાદ સુરતમાં રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણી પણ વિવાદમાં ફસાયા છે. કોરોના કાળમાં રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ બેંકમાં ચેક વિતરણના સમારોહમાં ફોટો સેશન માટે સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો હતો.
આજે વરાછા બેંકમાં આર્ત્મનિભર ગુજરાત સહાય યોજનામાં લોન વિતરણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અને રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. પણ આ સમયે ફોટો સેશન માટે ખુદ રાજ્ય આરોગ્ય મંત્રીએ સોશિયલ ડિસ્ટન્સનાં નિયમના લીરેલીરા ઉડાવ્યા હતા. એટલું જ નહીં, ફોટો માટે એકપણ વ્યક્તિએ મોઢા ઉપર માસ્ક પણ પહેર્યું ન હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કુમાર કાનાણીએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. અને કુમાર કાનાણીનો પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવનાં કિસ્સાએ દેશભરમાં ચકચાર મચાવી હતી.
આજે મંત્રી કુંવરજી બાવળિયા પણ વિવાદમાં સપડાયા હતા. દેશમાં જીમ બંધ છે, તેમ છતાં ગુજરાત જસદણના મંત્રી કુંવરજી બાવળિયાઓ એક જીમનું ઉદ્દઘાટન કર્યું હતું. એટલું જ નહીં, રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળીયાએ જીમનું ઓપનિંગ કરીને કસરતો પણ કરી છે. આ ઘટના કેમેરામાં કેદ થયા પછી હાલ ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યમંત્રી કુંવરજી બાવળિયાએ જસદણ સેવા સદનના જીમનું ઉદઘાટન કરીને કસરત પણ કરી હતી

Follow Me:

Related Posts