fbpx
ગુજરાત

મુખ્યમંત્રી રૂપાણીનો કોરોના ટેસ્ટ ડબલ કરવા આદેશ છતાં રાજકોટ તંત્રે કરી મનમાની

મુખ્યમંત્રી રૂપાણીનો કોરોના ટેસ્ટ ડબલ કરવા આદેશ છતાં રાજકોટ તંત્રે કરી મનમાની બે દિવસ પહેલાં એટલે કે ૨૯ જુલાઈએ સીએમ રૂપાણીએ રાજકોટમાં કોરોનાની સમીક્ષા કરી હતી. જાે કે, તે બાદ સીએમ રૂપાણીએ રાજકોટમાં કોરોનાનાં ટેસ્ટિંગ વધારવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. પણ સીએમ રૂપાણીના આદેશ બાદ પણ રાજકોટનું વહીવટીતંત્ર કોરોના ટેસ્ટિંગ વધારવાને લઈ સીએમના આદેશનું પાલન કરી  નથી. જેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કોરોના ટેસ્ટ ડબલ કરવાના આદેશને રાજકોટનું વહીવટી તંત્ર માની  નથી. મુખ્યમંત્રીના આદેશ પહેલાં રાજકોટમાં દરરોજના ૩૦૦ ટેસ્ટ થતાં હતા. સીએમ રૂપાણીના આદેશ બાદ રાજકોટમાં રોજનાં ૬૦૦ ટેસ્ટ થવા જાેઈતા હતા. પણ સીએમનાં આદેશને ન માનતાં રાજકોટ તંત્રએ ગત રોજ માત્ર ૩૩૬ ટેસ્ટ જ કર્યા હતા. એટલે કે માંડ ૬ ટેસ્ટ વધારે કર્યા હતા. અને સીએમ રૂપાણીએ જે દિવસે મુલાકાત કરી હતી, તે ૨૯ જુલાઈના રોજ રાજકોટમાં માત્ર ૧૯૪ જ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts