fbpx
ગુજરાત

સુરતની રાૅયલ રેસિડેન્સીમાં ૧૦મા માળે આગ લાગતાં ખળભળાટ મચ્યો

વેસુની રોયલ રેસિડેન્સીમાં શુક્રવારની મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. ૧૦મા માળે લાગેલી આગની જાણ સાથે જ ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ૧૦મા માળે એક ફ્લેટની ગેલેરીમાંથી આગ બહાર નીકળતા જાેઈ ફાયરના જવાનોએ તાત્કાલિક આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી માત્ર ગણતરીની મિનિટોમાં આગને કાબૂમાં લઈ લીધી હતી.ઘટના બાદ તપાસમાં જાણવા મળ્યું હતું કે ખોઝેમ મોતીવાળાના ઘરમાં આગ લાગવા પાછળ છઝ્રમાં થયેલા શોર્ટ સર્કિટ હોવાનું બહાર આવ્યું હતું. આગમાં સોફા અને લાકડાની વસ્તુઓ ભડભડ સળગતા આગ ઉગ્ર બની હતી. જાેકે, ફાયરના જવાનોએ સમય સૂચકતા વાપરી આગ પર કંટ્રોલ કરી લેતા એક મોટી દુર્ઘટનામાંથી ચમત્કારિક બચાવ થયો હતો.છઝ્રમાં શોર્ટસર્કિટથી આગ લાગતા સોફાસેટ અને લાકડાનું પાર્ટીશન બળી ગયું હતું. જાેકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.આગ લાગતા બિલ્ડીંગની નીચે રોડ પરથી પસાર થતા લોકોમાં પણ ભય ફેલાયો હતો. ફાયરના કર્મીઓ ઘટના સ્થળે હાઇડ્રોલિક ક્રેઇન સાથે પહોંચી ગયા હતા.ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

Follow Me:

Related Posts