fbpx
ગુજરાત

સુરતના ૨૨માં પોલીસ કમિશનર તરીકે અજય તોમરએ ચાર્જ સંભાળ્યો

સુરતના ૨૨માં પોલીસ કમિશનર તરીકે અજય તોમરએ ચાર્જ સંભાળ્યો

આર બી બ્રહ્મભટ્ટે કમિશનરનો ચાર્જ અજય તોમરને સોંપ્યો

શહેરના ૨૨માં પોલીસ કમિશનર તરીકે અજય તોમરએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. પોલીસ કમિશનર રાજેન્દ્ર બહ્રભટ્ટની વડોદરા પોલીસ કમિશનર તરીકે બદલી થતો તેમણે આજે તેમણે પોતાનો ચાર્જ અજય તોમરને સોંપ્યો છે. સુરતમાં ૨૨માં પોલીસ કમિશનર તરીકે અજય તોમર નિમણૂંક કરવામાં આવી છે. અજય તોમરનું પોલીસ કમિશનર કચેરીમાં અધિકારીઓએ પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. અજય તોમરને પોલીસ બેન્ડ સાથે આવકારીને અધિકારીઓએ પુષ્પગુચ્છ સાથે શુભેચ્છાઓ આપી હતી.
સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને અધિકારીઓએ તેમને આવકાર્યા હતાં. કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો સતત પ્રયાસ કરતાં રહેવાનું કહેતા પોલીસ કમિશનર અજય તોમરે  કે, કોરોનામાં બધા લોકો શિસ્તમાં રહે, પોલીસની પણ જવાબદારી છે, પોલીસ તરફથી અમે લોકોને સમજાવીશું, અમલવારી કરાવીશું.ગુનેગારો સાથે સખતાઈથી અને સારા નાગરિકોને સહકાર મળી રહે તે રીતે કામ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

Follow Me:

Related Posts