fbpx
ગુજરાત

રામમંદિર ભૂમિ પૂજનઃ મુખ્યમંત્રી રૂપાણી અને પાટીલે લોકોને આપી શુભેચ્છા

રામમંદિર ભૂમિ પૂજનઃ મુખ્યમંત્રી રૂપાણી અને પાટીલે લોકોને આપી શુભેચ્છા ગુજરાતમાં રામમંદિર ભૂમિપૂજનનો ઉત્સવ મનાવાઈ રહ્યો છે ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ વડોદરા સહિતના શહેરો અને ગામમાંથી ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે. સીએમ રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના લોકો આ અંગે શુભકામનાઓ આપી હતી અને પોત પોતાની રીતે ઉજવણી પણ કરી હતી. રામમંદિર ભૂમિપૂજન સમયે સીએમ રૂપાણીએ સંદેશ આપ્યો હતો કે, રામ મંદિરના નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થશે. ભારત સર્વશક્તિમાન બને તે માટે રામ પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે. સૌ રામભક્તોને શુભકામનાઓ. પાંચ શતાબ્દીની તપસ્યા અને શ્રદ્વાથી ભૂમિપૂજન સાકાર થયું છે. શ્રીરામના જન્મસ્થળે રામ મંદિરનું નિર્માણ થશે. ગુજરાતી તરીકે આપણે સૌ ગૌરવ લઇ શકીએ કે રામમંદિરના નિર્માણમાં ગુજરાતના અનેક કારસેવકો અને અનેક ગુજરાતીઓનું યોગદાન પહેલેથી રહ્ય્šં છે. જેમને હું શત શત પ્રણામ કરું છું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ રામમંદિર શિલાન્યાસ નિમિત્તે સુરતમાં વરાછા ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ભગવાન રામની પૂજા અર્ચના કરી હતી.
દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિ છે. રામ ભગવાન આદર્શ છે. મંદિર બને એ લોકોની ઈચ્છા હતી. એ આજે પૂર્ણ થઈ રહી છે. દેશના તમામ જાતિના લોકોએ સમર્થન આપ્યું છે. ઝડપથી મંદિરનું નિર્માણ થશે. કાર સેવામાં જાેડાયેલા લોકોએ શાહિદી વહોરી છે. સુપ્રીમ કોર્ટના ર્નિણયને લઈ એમનો પણ આભાર. પાકિસ્તાન નક્શામાંથી દૂર થશે. હું પાકિસ્તાનની હરકતને વખોડી કાઢું છું. દેશમાં ૫૦૦ વર્ષ બાદ શુભઘડી આવી છે. ત્યારે માત્ર અવધમાં નહી પરંતુ સમ્રગ દેશમાં દિવાળી મનાવાઇ રહી છે. રાજકોટના ત્રિકોણ બાગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના લોકો પણ એકઠા થયા હતા અને મીઠાઈનું વિતરણ કર્યું હતું.
આ અવસરે સાંસદ મોહન કુંડારીયા,ભાજપ શહેર પ્રમુખ ધનસુખ ભંડેરી સહિતના વીએચપીના કાર્યકરો હાજર રહ્યો હતો. ત્રિકોણ બાગ ખાતે લોકો ફટાકડા ફોડીને મીઠાઇથી મોંમો મીઠુ કરાવવીને ખુશી વ્યક્ત કરી હતી. અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનને લઇ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. રામમંદિરને લઇને અમદાવાદમાં પણ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે. અમદાવાદમાં ફૐઁ દ્વારા અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આતશબાજી સાથે મહાઆરતી કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં ઉજવણી કરવામાં આવી છે.
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનઃ નીતિન પટેલ વીએચપી કાર્યાલયમાં રહ્યા હાજર
અયોધ્યામાં ભગવાન રામના મંદિરના ભૂમિ પૂજનની તૈયારીઓ થઈ રહી છે, તેવા સમયમાં સમગ્ર દેશમાં મંદિરો અને હિંદુ ધાર્મિક સ્થાનો પર પણ અલગ અલગ ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન પાલડી વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય ખાતે ભૂમિપૂજનની સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા.
આજે અમદાવાદમાં વિશ્વ હિંદુ પરિષદના પાલડી સ્થિતિ કાર્યાલયને શણગારવામાં આવ્યું છે .આજે સવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વણીકર ભવન પહોંચ્યા હતા. જ્યાં તેમને રામ મંદિરના અયોઘ્યામાં થઇ રહેલા ભૂમિ પૂજનની શુભેચ્છા આપી હતી. વિશ્વ હિંદુ પરિષદના કાર્યાલય ખાતે રામ મંદિર બનાવવાના કાર્ય સાથે જાેડાયેલા કાર્યકરો જેમના મૃત્યુ થયા છે, તેમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

Follow Me:

Related Posts