fbpx
ગુજરાત

દૂધસાગર ડેરી ઘી કૌભાંડઃ ચેરમેન, એમડી સહિત પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ

દૂધસાગર ડેરી ઘી કૌભાંડઃ ચેરમેન, એમડી સહિત પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ

દૂધસાગર ડેરીના ભેળસેળવાળા ઘી મામલે વહીવટીતંત્ર અને ડેરીના સત્તાધીશો આમને-સામને આવી ગયા છે. ગત ૨૪ જુલાઇ શુક્રવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ બી ડીવીઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દૂધસાગર ડેરીના ઘીના બે ટેન્કર જપ્ત કરી, ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલાતાં આગામી દિવસોમાં આ મામલે સહકારી રાજકારણ ગરમાય ગયું છે.
હવે મહેસાણા દૂધ સાગર ડેરીના ઘી મા ભેળસેળના મુદ્દે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે એક ફરિયાદ દાખલ થઇ છે. દૂધસાગર ડેરીનાં ચેરમેન, વાઇસ ચેરમેન, એમડી, લેબ હેડ, અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર સહિત ૫ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
વાઇસ ચેરમેન અને એમડીની પોલીસે હસ્તગત કરી પૂછપરછ કરાઈ છે. બંનેને હાલ વડનગર કોવિડ-૧૯ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ બાદ અટકાયત કરવામાં આવશે. વિસનગર ડીવાયએસપી ની અધ્યક્ષતામાં ૫ સભ્યોની સીટની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. મોડી રાત્રે નોધાયેલ ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
દૂધસાગર ડેરીના ટેન્કરમાંથી ભેળસેળવાળું ઘી પકડાયા બાદ ફેડરેશન દ્વારા ડેરીના સત્તાધીશોને નોટિસ પાઠવી તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. ત્યારબાદ, ભેળસેળવાળા ઘી પ્રકરણમાં રાજ્ય સહકારી રજિસ્ટ્રારે ડેરીના નિયામક મંડળને પત્ર લખીને એમડીને ફરજ મોકુફ કરવા આદેશ કર્યો હતો. ગત ૨૪ જુલાઇએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ બી ડીવીઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડેરીના બે ટેન્કર પકડીને પોલીસ હેડ ક્વાર્ટર પર મૂકી દીધા હતા.

Follow Me:

Related Posts