fbpx
ગુજરાત

રામમંદિર શિલાન્યાસઃ રાજકોટ અને ગાંધીનગર ભાજપ કાર્યાલય દિવાળીની જેમ શણગારાયા

રામમંદિર શિલાન્યાસઃ રાજકોટ અને ગાંધીનગર ભાજપ કાર્યાલય દિવાળીની જેમ શણગારાયા

રાજકોટમાં પણ રામ મંદિર શિલાન્યાસને લઈને રાજકોટ ભાજપ કાર્યાલયને શણગારાયું છે. એટલું જ નહીં ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ અને ઉમંગમાં આવી જઈને હાથમાં મીણબતી પ્રગટાવી ભગવાન રામની આરતી કરી રહ્યા છે રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે તમામ કાર્યકરો ગરબે રમી, મોં મીઠા કરાવી ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે.
રાજકોટના મેયર બીનાબેન આચાર્યે દેશના તમામ લોકોને શુભેચ્છા પાઠવી છે. અભય ભારદ્વાજે તો રામ મંદિરનું સંપૂર્ણ નિર્માણ ન થઈ જાય અને હું ખુદ મંદિરમાં ઘંટવાદ ન કરું ત્યાં સુધી મીઠાઈ નહિ ખાવ તેવી મેં બાધા રાખી છે. કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક રામ મંદિરનું આજે શિલાન્યાસ થવા જઇ  છે. ત્યારે સમગ્ર દેશમાં હર્ષો-ઉલ્લાસ જાેવા મળી રહ્યો છે .રાજકોટ ભાજપ કાર્યાલયને પણ પિતાંબર રંગ સાથે શણગારવામાં આવ્યું હતું અને ભાજપનાં કાર્યકરોએ ભગવાન શ્રી રામની આરતિ ઉતાર્યા બાદ મોં મિઠા કરાવી, ગરબે ધુમ્યા હતા. ફટાકડા ફોંડી ભાજપનાં કાર્યકરોએ ઉજવણી પણ કરી હતી.
રાજ્ય સભાનાં સાંસદ અભય ભારદ્વાજે  હતું કે, જ્યાં સુધી રામ મંદિરનું સંપૂર્ણ નિર્માણ ન થાય અને હું મારા હાથે મંદિરમાં ધંટવાદ ન કરૂ ત્યાં સુધી મિઠાઇ નહિં ખાઉ તેવો સંકલ્પ લીધો છે. તો બીજી તરફ ગુજરાત ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુધ ભંડેરીએ સૌરાષ્ટ્રનાં તમામ ભાજપનાં કાર્યાલયો આજ પ્રકારે શણગારવામાં આવ્યા હોવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ હોવાનું જણાવ્યું હતુંપજ્યારે રાજકોટનાં મેયર બીનાબેન આચાર્યએ તમામ દેશવાસીઓને રામ મંદિરને લઇને શુભેચ્છા પાઠવી હતી.

Follow Me:

Related Posts