fbpx
ગુજરાત

રામમંદિરના ભૂમિપૂજનઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ૧૧ કિલો ચાંદીની પાટ અર્પણ કરી

રામમંદિરના ભૂમિપૂજનઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ૧૧ કિલો ચાંદીની પાટ અર્પણ કરી

રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર છે. પીએમ મોદી સવારે ૧૧.૩૦ વાગ્યે અયોધ્યા પહોંચી ગયા છે. ભૂમિપૂજનનું શૂભમુહૂર્ત ૧૨.૪૪ વાગ્યાનું છે. અને તેના માટે કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. રામ જન્મભૂમિ પરિસર અને આસપાસનો વિસ્તાર રેડ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. અને રામ જન્મભૂમિ પરિસરની સુરક્ષા વ્યવસ્થાની કમાન એસપીજીએ સંભાળી લીધી છે.
ત્યારે આ ઐતિહાસિક ક્ષણનો ગુજરાત પણ હરખભેર ભાગ લઈ રહ્યો છે. ભારત ભવ્ય ઈતિહાસને ઉજાગર કરનાર અને કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિસમા અયોધ્યામાં બનનાર શ્રી રામજન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન પ્રસંગની ઐતિહાસિક ક્ષણે જગત જનની મા ઉમિયાની અસીમ કૃપાથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મંદિરના નિર્માણ માટે ભગવાન શ્રી રામના ચરણોમાં શુકન રૂપે ૧૧ કિલો ચાંદીની પાટ અર્પણ કરે છે. આ સાથે રામજન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન પ્રસંગની ઐતિહાસિક ક્ષણે અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વઉમિયાધામ મંદિર ખાતે સાંજે ૬.૩૦ કલાકે મહાઆરતીનું આયોજન કરાયું છે.

Follow Me:

Related Posts