fbpx
ગુજરાત

રાજકોટમાં કોરોનાના ૩૧ કેસ અને ૬ના મોત, જામનગરમાં ૧૦ અને અમરેલીમાં ૯ કેસ નોંધાયા

રાજકોટમાં કોરોનાના ૩૧ કેસ અને ૬ના મોત, જામનગરમાં ૧૦ અને અમરેલીમાં ૯ કેસ નોંધાયા સૌરાષ્ટ્રમાં છેલ્લા ૧૫ દિવસથી પોઝિટિવ આંકની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.રાજકોટમાં ગઈકાલ મંગળવારના સાંજના ૫ વાગ્યાથી આજે બપોરના ૧૨ વાગ્યા સુધીમાં નવા ૩૧ કેસ નોંધાયા છે. આથી રાજકોટ શહેરનો પોઝિટિવ આંક ૧૪૭૦ થયો છે. રાજકોટમાં છેલ્લા ૧૨ કલાકમાં ૬ લોકોના કોરોનાથી મોત નીપજ્યાં છે. જેમાં રાજકોટના ૪, જેતપુર અને લોધીકાના ૧-૧ વ્યક્તિનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે.
જ્યારે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨૨૦૦ને પાર થઈ ગઈ છે. જામનગરમાં આજે વધુ ૧૦ કેસ નોંધાયા છે. અમરેલીમાં આજે વધુ ૯ કેસ નોંધાયા છે. જામનગરમાં આજે બુધવારે વધુ ૧૦ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં અશોક લીંબાભાઇ પટેલ (ઉં.વ.૫૫), રેશ્મા પટેલ (ઉં.વ.૪૦) ઝરીનાબેન હાલાણી (ઉં.વ. ૨૪), પરેશ જેન્તીભાઇ પોપટ (ઉં.વ.૫૨), હર્ષિદા ધનસુખભાઇ કનખરા (ઉં.વ.૪૭), હરેશ દયાળદાસ ભોલાણી (ઉં.વ.૪૪), ધારાબેન હિતેશભાઇ કણજારીયા (ઉં.વ.૧૫), કુસુમબેન તુલસીદાસ વજાણી (ઉં.વ. ૬૫) અને ગોપીબેન અનિલભાઇ ગોકાણી (ઉં.વ.૨૬)નો સમાવેશ થાય છે.

Follow Me:

Related Posts