fbpx
ગુજરાત

સૌરાષ્ટ્રમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપઃ ઇન્દ્રોઇ ગામે વીજળી પડતા બળદ ભેંસનું મોત

સૌરાષ્ટ્રમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપઃ ઇન્દ્રોઇ ગામે વીજળી પડતા બળદ ભેંસનું મોત

રાજકોટમાં ૪ ઇંચ વરસાદ પડતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી

સૌરાષ્ટ્રમાં ગઈકાલે બુધવારે સર્વત્ર વરસાદ વરસ્યો હતો. મેઘમહેરની સાથોસાથ મેઘકહેર પણ જાેવા મળ્યો હતો. રાજકોટમાં ૨૪ કલાકમાં ૪ ઈંચ વરસાદ પડતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા વાહનચાલકોમાં મુશ્કેલી પડી હતી. ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે આજે વહેલી સવારે વેરાવળ પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું. વેરાવળના ઇન્દ્રોઈ ગામે કુંભાભાઈ મસરીભાઈ જેઠવા નામના ખેડૂતની વાડીએ વીજળી પડતા એક બળદ અને એક ભેંસનું મોત નીપજ્યું છે.
રાજકોટના સર્કિટ હાઉસ પાસે આજે સવારે એક વૃક્ષ ધરાશાયી થયું હતું. ગઈકાલે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્્યો હતો. આથી અનેક જગ્યાએ મોટા વૃક્ષોનો સોથ વળી ગયો હતો. મનપાની ટીમે રસ્તા પરથી ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત ગોંડલ રોડ પર પણ એક વૃક્ષ ધરાશાયી થતા વાહનચાલકોમાં મુશ્કેલી ઉભી થઈ હતી. જી્‌ વર્કશોપ પાસે એક વૃક્ષ ધરાશાયી થયું હતું.
રાજકોટમાં બુધવારે રાત્રે મિનિ વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદ ખાબક્્યો હતો અને ફક્ત અડધો જ કલાકમાં બે ઇંચ પાણી વરસી ગયું હતું. આ વરસાદ અને ભારે પવનના કારણે શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા. જેમાં સૌથી વધુ નુકસાન રાજકોટના રામનાથપરા મુક્તિધામમાં જાેવા મળ્યું છે. અહીં વૃક્ષો ધરાશાયી થયા છે અને સાથે જ સ્મશાનમાં ભારે નુકસાન જાેવા મળ્યું છે. વૃક્ષો માથે પડવાથી દેવી-દેવતાઓની મૂર્તિઓ ખંડિત થઈ છે. હાલ સ્મશાનના સંચાલકો અને મનપાની ટીમ દ્વારા વૃક્ષોને ખસેડવાની કામગીરી શરૂ કરી છે.

Follow Me:

Related Posts