fbpx
ગુજરાત

રૂપાણી સરકારને ૪ વર્ષ પૂર્ણ, નવી ઔદ્યોગિક નીતિ જાહેર સરકારને ૮૦૦૦ કરોડનો બોજ,ઉદ્યોગોને લીઝ ઉપર જમીન માટે ભાર

રૂપાણી સરકારને ૪ વર્ષ પૂર્ણ, નવી ઔદ્યોગિક નીતિ જાહેર

સરકારને ૮૦૦૦ કરોડનો બોજ,ઉદ્યોગોને લીઝ ઉપર જમીન માટે ભાર

હવે ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટેમેન્ટા ૧૨ ટકા લેખે રોકડ વળતરનો નવા ઉદ્યોગોને લાભ મળશે, પાંચ વર્ષ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાંથી માફી
– સરકારી જમીન ૫૦ વર્ષ માટે લીઝ ઉપર અપાશે, ઉદ્યોગકારો દર વર્ષે બજાર કિંમતના ૬ ટકા લેખે ભાડું ચુકવવાનું રહેશે
– સ્જીસ્ઈને પાત્ર ધિરાણ રકમના ૨૫ ટકા અને મહત્તમ રૂ.૩૫ લાખની મર્યાદામાં કેપિટલ સબસિડી ચૂકવાશે, ટર્મ લોન ઉપર પ્રતિ વર્ષ ૭ ટકા અને મહત્તમ રૂ.૩૫ લાખની વ્યાજ સબસિડી પણ મળશે
સમગ્ર દેશમાાં ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી ઓછો ૩.૪% છેઃ રૂપાણી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનને આજે ૪ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા આજે રાજ્યની નવી ઉદ્યોગનીતિની જાહેરાત કરી છે. વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને માહિતી આપી હતી. રાજ્યમાં નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી વિશે મોટી જાહેરાત કરતા તેઓએ  કે, ગુજરાત સરકાર નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે.
રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે. કોઈ પણ જગ્યાએ જમીનની કિંમત ભારે હોય છે. જે ઉદ્યોગો નવા આવશે તેને સરકારી જમીન ઉપર આપવામાં આવશે. જમીન ૬ ટકા લેખે બજાર ભાવ પ્રમાણે.આપવામા આવશે. ૫ કરોડની સહાય પણ આપવામાં આવશે. વર્લ્ડ બેંકની હાઉસિંગ સિસ્ટમ બને તેના માટે પણ આર્થિક સહાયતા આપશે. ૨૫ ટકા જગ્યા ૪૦ ટકા કરવામાં આવશે, જેમાં ૫૦ કરોડની ઓફર સીલીંગ રહેશે.
૨૧ હજાર મિલિયન ક્્યુબિક ફીટ (સ્. ઝ્ર .હ્લ .્‌) પાણી આ યોજનાથી મળતું થશે અને હજીરા દહેજ વચ્ચે ૬ લેન બ્રિજ બનતા ૧૮ કિમી અંતર ઘટશે. એટલું જ નહીં ફીશિંગની પણ અલગ ચેનલ ઊભી થતાં માછીમારીને પણ વેગ મળશે તેમ પણ ભરૂચ જિલ્લાને આ યોજનાના શુભારંભ પ્રસંગે અભિનંદન આપતા રૂપાણીએ ઉમેર્યું હતું.
૩૧ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ ઉદ્યોગ નીતિ પૂરી થઈ છે. જેને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ સુધી લંબાવવામાં આવી હતી. રાજ્યના સર્વાંગી વિકાસ માટે અધિક વિકાસ ને સમર્થન મળ્યું હતું. ભારત સરકારના જાહેર કરેલા આંકડા પ્રમાણે ૪૯ મિલીયન ડોલર યુએસનું મૂડીરોકાણ દેશની સરખામણીમાં ગુજરાતમાં આવ્યું હતું. જેથી ગુજરાત નંબર વન બન્યું છે.
ગુજરાતમાં રોકાણમાં ૩૩૩% પણ વધારો થયો છે. ભારતમાં વધારો ૪૮ ટકા હતો જ્યારે ગુજરાતનો વધારો ૩૩૩% હતો. ભારત સહિત ઈન્ટરનેશનલ આંકડાકીય મુખ્ય પ્રમાણે સમગ્ર દેશમાં બેરોજગારી દર સૌથી નીચો ૩.૪ ટકા છે. ગુજરાતના દ્બજદ્બી માં વધારો થયો છે. અન્ય રાજ્યો કરતાં ગુજરાત ભારતના કુલ રાજ્યો ઉત્પાદનમાં ૧૭ ટકા સાથે ગુજરાત નંબર વન છે. ગુજરાતે જીડીપી માં ૧૩ ટકા વૃદ્ધિ મેળવી છે.

૧. ગુજરાતમાં ૩૫ લાખ એમએસએમઇ છે.
૨. પોલિસીમાં દર વર્ષે અંદાજે ૮૦૦૦ કરોડ આઉટ લે એટલે કે ખર્ચ થશે.
૩. ૧૫ થ્રસ્ટ સેક્ટર- જેમાં ૯ કોર અને ૬ સનરાઇઝ સેક્ટર.
૪. જીય્જી્‌ ના વળતરોને ડિ-લિંક એટલે કે દૂર કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.
૫. મોટા ઉદ્યોગોને કેપિટલ સબસીડી તરીકે ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે પાત્ર મૂડીરોકાણના ૧૨% ના ધોરણે રોકડ રકમ આપવામાં આવશે.
૬. કોઇપણ ઔદ્યોગિક એકમને વળતરની રકમની કોઈ મહત્તમ મર્યાદા રાખવામાં આવી નથી.
૭. વાર્ષિક રૂ. ૪૦ કરોડની ટોચમર્યાદા હોવાના કારણે જાે એકમને મળવાપાત્ર કેપીટલ સબસીડી ૧૦ વર્ષના સમયગાળાની અંદર ચુકવણી ન કરી શકાય તો આવા એકમોના કિસ્સામાં, વાર્ષિક ટોચમર્યાદા રૂ. ૪૦ કરોડ જ રહેશે તેવી શરત સાથે ૧૦ વર્ષની સમયમર્યાદામાં વધુ ૧૦ વર્ષનો વધારો કરી આપવામાં આવશે.
૮. વાર્ષિક રૂ. ૪૦ કરોડની ટોચમર્યાદા હોવાના કારણે જાે મળવાપાત્ર કેપીટલ સબસીડી ૨૦ વર્ષના સમયગાળાની અંદર ચુકવણી ન કરી શકાય તો મળવાપાત્ર કેશ સબસીડીનું વિતરણ ૨૦ વર્ષના સમાન હપ્તાની અંદર કોઈ ટોચમર્યાદા વિના કરવામાં આવશે.
૯. આ ઉપરાંત, નવા ઉદ્યોગોને પાંચ વર્ષ માટે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ભરવામાંથી છૂટ આપવાનું ચાલુ રાખવામાં આવેલ છે.
૧૦. કેપિટલ સબસીડીઃ સ્જીસ્ઈજ ને પાત્ર ધિરાણની રકમના ૨૫% સુધીની અને મહત્તમ ૩૫ લાખ સુધીની કેપિટલ સબસીડી મળવાપાત્ર રહેશે.
૧૧. જાે પ્રોત્સાહનપાત્ર ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ૧૦ કરોડથી વધુ હોય, તો તે ઔદ્યોગિક એકમને ૧૦ લાખની વધારાની કેપિટલ સબસીડી મળવાપાત્ર રહેશે.
૧૨. ઇન્ટરેસ્ટ સબસીડીઃસ્જીસ્ઈજ ને ૭ વર્ષના સમયગાળા સુધી પ્રતિ વર્ષ ટર્મ લોન પર લાગતા વ્યાજના દરના ૭% સુધી અને મહત્તમ ૩૫ લાખ સુધીની ઇન્ટરેસ્ટ સબસીડી મળવાપાત્ર રહેશે.
૧૩. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અનુસૂચિત જાતિ/જનજાતિ/શારીરિક વિકલાંગ ઉદ્યોગસાહસિકો/મહિલા ઉદ્યોગસાહસિકો/સ્ટાર્ટઅપને વધારાની ૧% ઈન્ટરેસ્ટ સબસીડી.
૧૪. આ ઉપરાંત, ૩૫ વર્ષની નાના યુવા ઉદ્યોગસાહસિકોને લોન મંજુર થયાના દિવસે ૧% વધારાની ઈન્ટરેસ્ટ સબસીડી.
૧૫. સેવા ક્ષેત્રના સ્જીસ્ઈજઃ આ સ્જીસ્ઈજ ને ૭% સુધીની ઇન્ટરેસ્ટ સબસીડી આપવાની જાેગવાઈ કરવામાં આવી છે, જેમાં નાણાકીય સેવાઓ, આરોગ્યલક્ષી સેવાઓ, દ્રશ્ય-શ્રાવ્ય સેવાઓ, કંસ્ટ્રક્શન સંબંધિત એન્જિનિયરિંગ સેવાઓ, પર્યાવરણીય સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે.
૧૬. સ્જીસ્ઈજ દ્વારા વિદેશી ટેક્નોલોજીઓનું સંપાદનઃ રાજ્ય સરકાર પહેલી વખત વિદેશી પેટન્ટેડ ટેક્નોલોજીઓને સંપાદિત એકવાયર કરવા કરવાના કુલ ખર્ચના ૬૫% સુધીની નાણાકીય સહાય પ્રદાન કરશે. (મહત્તમ ૫૦ લાખ સુધીના સહાય આપવામાં આવશે.)

Follow Me:

Related Posts