fbpx
ગુજરાત

ગુજરાતમાં ૫૩૦૦ કરોડના ખર્ચે બહુહેતુક ભાડભૂત યોજનાનો શુભારંભ

ગુજરાતમાં ૫૩૦૦ કરોડના ખર્ચે બહુહેતુક ભાડભૂત યોજનાનો શુભારંભ

૨૧ હજાર એમ.સી.એફ.ટી પાણી યોજનાથી મળતું થશે અને હજીરા દહેજ વચ્ચે ૬ લેન બ્રિજ બનતા ૧૮ કી.મી અંતર ઘટશે
વાયબ્રન્ટ સમિટ અંગે કોઇ નિર્ણય લેવાયો નથીઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સફળ શાસનના પાંચમા વર્ષમાં પ્રવેશ અવસરે ૫૩૦૦ કરોડની બહુહેતુક ભાડભૂત યોજનાનો નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા શુભારંભ કરાવ્યો હતો. વિજય રૂપાણીએ ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા સાથે જળ આર્ત્મનિભર અને વોટર સરપ્લસ સ્ટેટ માટે આધુનિક તકનીક સાથે આ યોજના વર્લ્ડક્લાસ આઇકોનિક પ્રોજેક્ટ તરીકે ગુજરાતને વિશ્વના વોટર પ્રોજેક્ટ નકશે પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સીએમ રુપાણીએ જણાવ્યું છે કે, નર્મદાના કિનારે વસેલા ભરૂચ અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં આ ભાડભૂત યોજના મીઠા પાણી પહોચાડવા સાથે ખારાશ આગળ વધતી અટકાવવા અને સિંચાઈ તેમજ ઉદ્યોગોને પણ પૂરતું પાણી આપવામાં ઉપકારક બનવાની છે. મુખ્યમંત્રીએ આ યોજનાના ટેન્ડરમાં ફૂલ પ્રૂફ પારદર્શિતા સાથે બધી જ ટેકનિકલ બાબતોની સર્વગ્રાહી ચકાસણી કરીને મંજુર કરવામાં આવ્યા છે તેની પણ વિગતો આપી હતી. વધુમાં તેઓએ જણવાયું હતું કે, ૨૧ હજાર એમ.સી.એફ.ટી પાણી આ યોજનાથી મળતું થશે અને હજીરા દહેજ વચ્ચે ૬ લેન બ્રિજ બનતા ૧૮ કી.મી અંતર ઘટશે,
એટલું જ નહિ ફીશિંગની પણ અલગ ચેનલ ઊભી થતાં માછીમારીને પણ વેગ મળશે. ભરૂચ જિલ્લાને આ યોજનાના શુભારંભ પ્રસંગે અભિનંદન આપતા ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ ભરૂચ વિસ્તારની પાણીની લાંબા સમયની સમસ્યાનો સુખદ નિવેડો આ યોજનાથી આવે તે માટે કલ્પસર વિભાગ સમય બદ્ધ રીતે આગળ વધીને આ યોજના વેળાએ પૂર્ણ કરશે તેવી અપેક્ષા દર્શાવી હતી.
વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૧ના આયોજનને લઈને ઝ્રસ્ રૂપાણીનું મહત્વનું નિવેદન
મુખ્યમંત્રી દ્વારા વાઈબ્રન્ટ ગુજરાતના આયોજનને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૧ હજુ સુધી કોઈ ર્નિણય લીધો નથી. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે તે સમયે ર્નિણય લેવાશે. ભવિષ્યમાં તો વાઇબ્રન્ટ કાર્યક્રમ થવાના છે. આ પરંપરા ચાલુ રહેશે.

Follow Me:

Related Posts