fbpx
ગુજરાત

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા,ગિરનારમાં ૮, રાજુલામાં ૫ ઈંચ વરસાદ

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા,ગિરનારમાં ૮, રાજુલામાં ૫ ઈંચ વરસાદ

રાજકોટની આજી નદીમાં પૂર

મોરબીના મચ્છુ ડેમ-૩નો ૧ દરવાજાે એક ફૂટ ખોલાયા બાદ બંધ કરાયો

રાજકોટમાં તોફાની બે ઈંચ વરસાદ બાદ મધ્યમ ગતિએ વધારાનો માત્ર બે ઈંચ વરસાદ જ વરસ્યો છે પરંતુ રાત્રે ઉપરવાસના ભારે વરસાદથી આજી નદીના પૂર આવતા રાજકોટના મેયર સહિત ફાયર સ્ટાફે સ્થિતિની સમીક્ષા કરવા દોડી જઈ આસપાસની સોસાયટીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે. રાજકોટમાં આજી નદીના કાંઠે બિરાજતા પૂરાણપ્રસિદ્ધ રામનાથ મહાદેવના મંદરિ શ્રાવણના પાવન દિવસોમાં મેઘરાજાએ જળાભિષેક કર્યો હતો. અહીં પૂનરોધ્ધાર માટેના પ્રોજેક્ટે આજે ભરાયેલા પાણીના કારણે ફરી ચર્ચા જન્માવી છે. વિવાદનું કેન્દ્ર બનેલા આ પ્રોજેક્ટમાં વિલંબ વચ્ચે આજે પણ મંદિર જળબંબાકાર થયું હતું. અહીં આસપાસની પાંચ સોસાયટીઓને સાવધ રહેવા સૂચના અપાઈ છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ આજે અર્ધાથી પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. ગિરનાર પર ૮થી ૮ ઈંચ, રાજુલા સલાયામાં ૧૨૫ મીમી. જાફરાબાદ ૯૨ મીમી, કલ્યાણપુરા ૮૧ મીમી, દામનગર ૮૦ મીમી, ખંભાળિયા ૬૬ મીમી, ભાણાવડ ૫૯ મીમી, ભાટીયા ૬૫ મીમી, પોરબંદર ૪૭ મીમી, કુતિયાણા ૫૦ મીમી, કેશોદ ૫૬ મીમી, વંથલી ૪૪ મીમી, રાણાવાવ ૪૪ મીમી, જૂનાગઢ ૧૦૦ મીમી, લાલપુર ૪૦, જામજાેધપુરમાં ૩૦ મીમી, મોરબી ૫૪ મીમી, ટંકારા ૫૯ મીમી વરસાદ પડ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં વીજળીના કડાકા ભડાકા સાથે દિવસ દરમિયાન ૫ ઈંચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કલ્યાણપુરા ૮૧ મીમી, ખંભાળિયા ૬૬ મીમી, ભાણાવડ ૫૯ મીમી,ભાટીયા ૬૫ મીમી, દ્વારકામાં ૫૦ મીમી વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે ખેતરો અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભાટીયાના અઢી ઈંચ વરસાદથી બજારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા.
જૂનાગઢ શહેરમાં અનરાઘાર ૫ ઈંચ વરસાદથી રસ્તાઓ જળબંબાકાર બની ગયા હતા. નિચાણવાળા વિસ્તારોમાંથી પાણી ભરાયા હતા. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગિરનાર પર ૭થી ૮ ઈંચ વરસાદ પડ્યો હતો. કેશોદમાં અઢી ઈંચ, માંગરોળ, વંથલીમાં ૨, ભેંસાણ, મેંદરડામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.
મોરબીના સાદુંળકા ગામ પાસે આવેલા મચ્છુ ડેમ-૩ ઉપરવાસના વરસાદને પગલે ગઈકાલે ૮૦ ટકા ભરાઈ ગયા બાદ ગતરાત્રે આ ડેમ ઓવરફ્લો થયો હતો અને ગતરાત્રે જ મચ્છુ ડેમ – ૩નો એક દરવાજાે એક ફૂટ ખોલવામાં આવ્યો હતો. જાે કે આજે પાણીની આવક ઓછી થતા મચ્છુ ડેમ-૩નો ખોલાયેલો દરવાજાે બંધ કરી દેવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts