fbpx
ગુજરાત

સુરતમાં નિશુલ્ક રેપિડ ટેસ્ટના દર્દીઓ પાસેથી વસુલાયા ૪૫૦ રૂપિયા

સુરતમાં નિશુલ્ક રેપિડ ટેસ્ટના દર્દીઓ પાસેથી વસુલાયા ૪૫૦ રૂપિયા

સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા મનપા દ્વારા ધન્વન્તરી રથ પર રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ આ ટેસ્ટ બિલકુલ નિશુલ્ક હોવા છતાં લોકો પાસેથી ૪૫૦ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે અહી સવાલ તે ઉઠે છે કે, સુરત મનપાના કર્મીઓ જ જાે આવી રીતે લૂંટતા રહેશે તો લોકો ક્્યાં જશે? આવા કર્મીઓ સામે કાર્યવાહી કેમ નથી કરાતી?
અનલોક-૧ બાદ સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે અને રોજના ૨૦૦ થી વધુ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે મનપા તંત્ર દ્વારા ધનવંતરી રથ પર રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટ કરવા માટે રૂપિયાની વસૂલી કરવામાં આવી રહી છે. સુરત મનપા દ્વારા રેપિડ ટેસ્ટ મફત કરવામાં આવે છે. ત્યારે સુરત મનપા કર્મીઓ દ્વારા રેપિડ ટેસ્ટના રૂપિયા વસૂલાતા હોવાનું સામે આવ્યું છે. તેમજ મફત ટેસ્ટ છતાં ૪૫૦ રૂપિયા લેતા હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યાં છે.
સુરતના નાના વરાછા વિસ્તારમાં રેપીડ ટેસ્ટ કરાઇ રહ્યા છે. આ દરમિયાન લોકો પાસેથી ૪૫૦ રૂપિયા લેવામાં આવ્યા છે. જેને લઇ પાલિકા અધિકારીને સસ્પેન્ડ કરવાની માગ લોકો કરી રહ્યાં છે. ત્યારે સવાલ એ છે કે શું સુરત મનપાના ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ નથી? મફત ટેસ્ટ છતા કેમ રૂપિયા વસૂલાય છે? રેપિડ ટેસ્ટના રૂપિયા લઇ લોકોને કેમ લૂંટવામાં આવે છે? સુરત મનપાના કર્મી જ જાે આવી રીતે લૂંટતા રહેશે તો લોકો ક્્યાં જશે? આવા કર્મીઓ સામે કાર્યવાહી કેમ નથી કરાતી? તેવા સવાલો લોકોએ કર્યા હતા.

Follow Me:

Related Posts