fbpx
ગુજરાત

કેન્દ્ર દ્વારા જીટીયુના કુલપતિની રાજકોટ એઇમ્સનાં સદસ્ય તરીકે નિમણૂંક

કેન્દ્ર દ્વારા જીટીયુના કુલપતિની રાજકોટ એઇમ્સનાં સદસ્ય તરીકે નિમણૂંક કેન્દ્ર સરકાર દ્વારા સૌરાષ્ટ્રનાં આર્થિક પાટનગર એવા રાજકોટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની ફાળવણી તાજેતરમાં જ કરવામાં આવી હતી. જેમાં ચેરમેન સહિતના સદસ્યોની નિમણૂંક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. ચેરમેન પદે દિલ્હીનાં ડાૅક્ટર પ્રદીપ દવેની નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે જ જીટીયુનાં કુલપતિ પ્રો. ડાૅ. નવીન શેઠ અને સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા અને શ્રીમતી પૂનમબહેન માડમની રાજકોટ એઈમ્સનાં સદસ્ય તરીકે કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂંક કરવામાં આવી છે. ડાૅ. નવીન શેઠ હાલમાં ઇન્ડિયન સોસાયટી ઓફ ફાર્મા કોંગ્રેસનાં પ્રેસિડેન્ટ પદને શોભાવી રહ્યાં છે.
પ્રો. ડાૅ. નવીન શેઠ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૦૮થી ૨૦૧૧ સુધી મેડિકલ ફેકલ્ટીનાં સદસ્ય રહી ચૂક્્યાં છે. આ ઉપરાંત હાલમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એજ્યુકેશન રેગ્યુલેશન કમિટીના ચેરમેન તથા ફાર્મસી બોર્ડ, એઆઈસીટીના સભ્યપદે પણ કાર્યરત છે. ઇન્ડિયન સોસાયટી ઓફ ફાર્મા કોંગ્રેસનાં પ્રેસિડેન્ટ પદને પણ તેઓ શોભાવી રહ્યાં છે. મેડિકલ અને ફાર્મસી ક્ષેત્રે તેમના અભૂતપૂર્વ પ્રદાનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ એઈમ્સના સદસ્ય તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી છે. આ અંગે જીટીયુના કુલપતિ પ્રો.ડો. નવીન શેઠે જણાવ્યું છે કે “કેન્દ્ર સરકાર દ્વારા સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર એવા રાજકોટમાં એઈમ્સની ફાળવણી કરી છે. જે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ જ આનંદની વાત છે.
હેલ્થ સંબંધિત સમસ્યાઓને કારણે જે તકલીફો પડી રહી હતી. તે હવે ભૂતકાળ બનીને રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રવાસીઓને અમદાવાદ, દિલ્હી કે મુંબઈ સુધી ગંભીર બીમારીઓ માટે લાંબા થવું પડશે નહીં અને તમામ પ્રકારની સારવાર રાજકોટ ખાતે મળી રહેશે. પ્રો. ડાૅ. નવીન શેઠ સહિત પ્રો. વિજયાલક્ષ્મી સક્સેના, ડાૅ. વિજય ચૌથાવાલે, ડાૅ. જીતેન્દ્ર અમલાની, ડાૅ. રાકેશ કોચર અને ડાૅ. ઈલા દેસાઈની પણ નિમણૂંક કરવામાં આવી છે. સમગ્ર જીટીયુ પરિવાર વતી જીટીયુનાં કુલસચિવ ડાૅ. કે.એન. ખેરે કુલપતિ ડાૅ. શેઠને અભિનંદન પાઠવ્યાં હતાં.

Follow Me:

Related Posts