fbpx
ગુજરાત

એલિસબ્રિજ પોલીસ સ્ટેશન બહાર જ પોલીસ કર્મીનું બાઇક ચોરી થતા ચકચાર

એલિસબ્રિજ પોલીસ સ્ટેશન બહાર જ પોલીસ કર્મીનું બાઇક ચોરી થતા ચકચાર

શહેરમાં ચોરીના બનાવો બનતા હોય છે. જાે કે એક ચોરની હિંમત એવી થઇ કે પોલીસ સ્ટેશનની બહારથી પોલીસ કર્મચારીનું બાઇક ચોરી લીધું હતું. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારીઓનું બાઇક બ્રિજ નીચેથી ચોરી કરવામાં આવતા એલિબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે હવે પોતાના જ કર્મચારીનાં બાઇક ચોરની શોધખોળ શરૂ કરી છે.
એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં મનહર પરમાર કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ૨૮ જુલાઇએ તેમની નાઇટ ડ્યુટી હોવાથી બાઇખ લઇ પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા. બાઇખ બ્રિજની નીચે પાર્ક કર્યું હતું. આ દરમિયાન વહેલી સવારે નોકરી પતિ ગયા બાદ બાઇક લેવા જતા બાઇક તેની જગ્યાએ નહોતું. આસપાસ તપાસ કરવા છતા બાઇક મળ્યું નહોતુ. ટોઇંગ ઝોન નહી હોવા છતા તેમણે ટોઇંગમાં પણ તપાસ કરી જાેઇ હતી. જાે કે ત્યાં પણ બાઇક મળ્યું નહોતું.
આખરે તેમણે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ સ્ટેશનમાં રહેલા સીસીટીવી ચેક કરતા બાઇક ચોરી થઇ ગઇ હોવાની હકિકત સામે આવી હતી. પોલીસ સ્ટેશનની બહાર મોડી રાત્રે બહારથી આવેલો એક વ્યક્તિ બાઇક લઇ જતો સ્પષ્ટ રીતે જાેઇ શકાય છે. હાલ તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts