fbpx
ગુજરાત

તાપીના લોકપ્રિય કોરોનાગ્રસ્ત આગેવાનનું મોત, ગામમાં ફેરવાયો મૃતદેહ

તાપીના લોકપ્રિય કોરોનાગ્રસ્ત આગેવાનનું મોત, ગામમાં ફેરવાયો મૃતદેહ સમગ્ર દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રના લોકપ્રિય આગેવાન અને વિસ્તારના લોકલાડીલા મુઠી ઊંચેરા માનવી વાલોડના બાજીપુરા ગામે રહેતા દિલીપભાઈ ભીખાભાઈ ભક્તનું કોરોના સારવાર દરમિયાન સુરતની ખાનગી હોસ્પીટલમાં મોત થતા પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. જાે કે તેમના મૃત્યુ બાદ તેઓનો મૃતદેહ તેમના ગામ બાજીપુરામાં લાવી તેમને જાહેરમાં ફેરવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી ત્યારે તાપી જિલ્લા વહીવટીતંત્ર ઘોર નિંદ્રામાં હોય અને નિયમોની એસી કી તેસી થઇ રહી હોઈ તેવું દ્રશ્યમાન થયું હતું.
મુઠી ઊંચેરા અને લોકપ્રિય વ્યક્તિનું નિધન થાય અને લોકોમાં દુઃખની લાગણી ફેલાય તે એક પ્રક્રિયા છે પરંતુ જયારે વૈશ્વિક મહામારી કોરોના સામે આખો દેશ લડી રહ્યો છે ત્યારે લોકલાડીલા દિલીપ ભાઈ ભક્તના કોરોના સારવાર દરમિયાન થયેલા મૃત્યુ બાદ તેમના મૃતદેહને તેમના પૈતૃક ગામ બાજીપુરા ખાતે લવાયો હતો અને જાહેરમાં ગ્રામજનોએ તેમની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી તેઓને શ્રધાંજલિ આપી હતી.
આ ઘટનામાં તાપી જિલ્લાનું આરોગ્યતંત્રની ઘોર બેદરકારી સામે આવી એવું કહી શકાય. કારણકે જ્યારે ઝડપથી ફેલાતો આ ચેપી રોગ કોરોના સામે સરકારે અનેક નિયમો બનાવ્યા છે. જ્યારે સામાન્ય પરિવારના કોરોના દર્દીનું મૃત્યુ થાય ત્યારે આરોગ્ય તંત્ર તેઓના બેથી ત્રણ પરિવારજનોને બોલાવી તેમની અંતિમક્રિયા કરતુ હોય છે પરંતુ તાપી વહીવટીતંત્રની મહેરબાનીથી કોરોનાથી મૃત્યુ પામેલા દિલીપભાઈ ભક્તના મૃતદેહને ગામમાં ફેરવવામાં આવતા હજારો લોકોના આરોગ્ય સાથે ચેડા થયા હોય તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. ત્યારે આરોગ્યતંત્રના જવાબદારો સામે સરકાર શું પગલાં લેશે? તેવા અનેક સવાલો પ્રજાજનોમાં થઇ રહ્યા છે.

Follow Me:

Related Posts