fbpx
ગુજરાત

“વાસ્તુ ધી” 8 ઓગસ્ટ 2020 ના રોજ 5 વર્ષ પૂર્ણ થતા “વાસ્તુચેરીટેબલ ટ્રસ્ટ” NGO નુું રજીસ્ટ્રેશન ક્રરી જરૂરિયાતમંદ પરિવારોને ઉપયોગી થશે

શ્રી રાધે ડેરી ફાર્મ એન્ડ ફૂડસ પ્રા . લી.- સુરત ( વાસ્તુ ઘી ) , જે ડેરી અને બેકરી પ્રોડક્ટસ નું મેનુફેક્યરિંગ અને માર્કેટિંગ પુરા ભારતભરમાં કરી રહ્યું છે . કંપની સ્થાપના દિવસ થી લઈને આજ દિન સુધી કોર્પોરેટ સોસીયલ રિસ્પોન્સિબિલિટી દ્વારા સમાજને સેવા આપતી રહી છે . આજ રોજ 8 ઓગસ્ટ 2020 ના રોજ 5 વર્ષ પૂર્ણ થતા “ વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ ” ના નામે પોતાના NGO નું રજિસ્ટ્રેશન કર્યું છે . આ શુભ દિને ટ્રસ્ટ દ્વારા ભારતના વિભિન્ન રાજ્યો માં જરૂરિયાતમંદ બાળકો ને એજ્યુકેશન કીટ , પૌષ્ટિક આહાર , ગ્રામ્યવિસ્તાર ની શાળાઓ માટે વેબ કેમ જેવા આધુનિક ઉપકરણો અને જરૂરિયાતમંદ પરિવારો માટે રાસનકીટ અને પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત કામગીરી કરવામાં આવી . તથા મંદબુદ્ધિ આશ્રમ , અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ માં પણ માસ્ક , સેનેટાઈઝર , ભોજન જેવી સેવા ક્રીય કામગીરી કરવામાં આવી . વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ , બ્લડ ડોનેશન કેમ્પ જેવા સામાજિક કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવ્યું હતુ . વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ બીજી સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈ ને ભવિષ્યમાં પણ આ પ્રકારની સામાજિક સેવાઓ આપવા હર હમેશ તત્પર રહેશે

Follow Me:

Related Posts