fbpx
ગુજરાત

મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોનાની એન્ટ્રીઃ એક કર્મચારી પોઝિટિવ

મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોનાની એન્ટ્રીઃ એક કર્મચારી પોઝિટિવ

રાજ્યમાં કોરોના વાયરલ દિવસેને દિવસે હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓ કોરોનાના ભરડામાં છે, તેમાંથી અમુક નેતાઓ સ્વસ્થ પણ થઈ ગયા છે. ત્યારે આજે એક મોટા સમાચાર સામે આવીરહ્યા છે. ગાંધીનગરમાં સીએમ કાર્યાલયમાં હવે કોરોનાની વિધિવત રીતે એન્ટ્રી થઈ ગઈ છે. આજે મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-૧ સ્થિતિ સીએમ કાર્યાલયમાં એજન્સી અંતર્ગત કામ કરતો કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
આ વિશે મતી માહિતી પ્રમાણે, ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-૧ સ્થિત મુખ્યમંત્રી કાર્યાલયમાં એજન્સી અંતર્ગત કામ કરતો એક કર્મચારી કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જાે કે, સારા સમાચાર એ છે કે આ કર્મચારીને કોરોનાના લક્ષણો દેખાતા છેલ્લા ચાર પાંચ દિવસથી ઓફિસે આવતો નહોતો. જેના કારણે તેના સંપર્કમાં કોઈ આવ્યું હોય તેવી શક્્યતાઓ નહીંવત છે.
ઉલ્લેખનીય છે કે, ૧૦ જૂને ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં આવતા કોઈ પણ લોકોને સ્વાસ્થ્યની ચકાસણી માટે ઓટોમેટિક થર્મલ સ્કેનર મૂકવામાં આવ્યું હતું. સ્વર્ણિમ સંકુલમાં લગાવવામાં આવેલા આ ઓટોમેટિક થર્મલ સ્કેનર દ્વારા સંકુલની અંદર પ્રવેશતી કોઇપણ વ્યક્તિનો ફોટો પાડવામાં આવે છે અને સાથે જ ટેમ્પરેચર માપવામાં આવે છે. જાે કોઇપણ વ્યક્તિનું ટેમ્પરેચર વધારે આવે તો તેને સંકુલમાં પ્રવેશ આપવામાં આવતો નથી.

Follow Me:

Related Posts